કાળજું કંપાવતી ઘટના: ઉજ્જૈન પાસે 3 વર્ષનું માસૂમ બાળક 70 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યું, રેસ્ક્યૂ ઓપરેશન તેજ

ઉજ્જૈનથી આશરે 75 કિમી દૂર બડનગર પાસે આવેલા ઝાલરિયા ગામમાં એક 3 વર્ષનું માસૂમ બાળક બોરવેલમાં પડી ગયું છે. આ બાળક અત્યારે આશરે 70 ફૂટની ઊંડાઈએ ફસાયેલું છે. ઘટના ગુરુવારે રાત્રે 8 વાગ્યાની આસપાસની હોવાનું કહેવાય છે. જાણ થતા જ SDRF સહિતની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. બાળકની સુરક્ષા માટે બોરવેલની સમાંતર એક ખાડો ખોદવામાં આવી રહ્યો છે. જેની ખોદાઇ 40 ફૂટ સુધી પૂર્ણ થઈ હતી.

રાજસ્થાનથી પરિવાર સાથે આવ્યું હતું બાળક

ભોગ બનનાર 3 વર્ષીય બાળકનું નામ ભાગીરથ (પિતા પ્રવીણ દેવાસી) છે. જે મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના ગુડાનલાનો રહેવાસી છે. તેનો પરિવાર છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં ઘેટાં ચરાવવા માટે રોકાયેલો હતો. આ દરમિયાન બાળક રમતા-રમતા પલદૂના રોડ પર આવેલા ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું. માતાએ તેને બોરવેલ તરફ જતો જોયો હતો, પણ તે કંઈ કરે તે પહેલા જ બાળક અંદર ખાબક્યું હતું. આ ઘટના બાદ પરિવારના હાલ બેહાલ છે અને સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો…

મોઢું સંભાળીને બોલો’, પાકિસ્તાની મંત્રીએ ઝેર ઓક્યું તો ઇઝરાયલે બરાબરનો ક્લાસ લીધો!

તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

બોરવેલમાં કેમેરા ઉતારીને બાળકની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને તેની સાથે સંપર્ક સાધવાના પ્રયાસો થઈ રહ્યા છે. પાઇપ દ્વારા બાળકને ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનો પણ આ રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે. ઉજ્જૈન કલેક્ટર રોશન સિંહ અને એસપી પ્રદીપ શર્મા પોતે ઘટનાસ્થળે હાજર છે. વહીવટી તંત્ર અને બડનગર પોલીસની ટીમ મોરચો સંભાળી રહી છે.

કેવી રીતે બની ઘટના?

આ મામલે એસપી પ્રદીપ શર્માએ જણાવ્યું કે, “આ બાળક પશુપાલક પરિવારનું છે. બોરવેલ પર ઢાંકણું હતું અને તેની ઉપર પથ્થર પણ રાખ્યો હતો. પરંતુ ઘેટાંએ તે પથ્થર પાડી દીધો હતો. બાળકે ઢાંકણું ખોલ્યું અને અંદર જોવા જતાં તે સંતુલન ગુમાવીને નીચે પડી ગયું હતું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE