ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની ગર્જના: ‘અમેરિકા-ઇઝરાયલને સજા આપ્યા વગર નહીં છોડીએ’

ઈસ્લામાબાદમાં ચાલી રહેલી શાંતિ વાર્તા વચ્ચે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ શપથ લીધા છે કે ઈરાન અમેરિકા અને ઇઝરાયલને “તેમના આક્રમણ માટે સજામાંથી બચવા નહીં દે”. તેમણે વિનાશના વળતરની અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર વધુ નિયંત્રણની માંગ કરી છે. રાષ્ટ્રને સંબોધતા મોજતબા ખામેનેઈએ પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં જીતની જાહેરાત કરી અને આક્રમણનો સામનો કરવા માટે જનતા તથા સશસ્ત્ર દળોના સાહસના વખાણ કર્યા.

આ પણ વાંચો…

સવારે 6 થી 10 વચ્ચે જ કેમ વધે છે હાર્ટ એટેકનું જોખમ? ભૂલથી પણ ન કરતા આ બાબતોને નજરઅંદાજ

ખામેનેઈએ તેમના નામે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “આજે અને અત્યાર સુધી, વિશ્વાસ સાથે કહી શકાય છે કે તમે, ઈરાનનું વીર રાષ્ટ્ર, આ ક્ષેત્રમાં નિર્ણાયક વિજેતા રહ્યા છો.”

તેમણે વધુમાં ઉમેર્યું:

“સર્વશક્તિમાન ઈશ્વરની કૃપાથી, અમે ચોક્કસપણે ગુનાહિત હુમલાખોરોને નિર્દોષ છૂટવા નહીં દઈએ. અમે દરેક નુકસાન માટે વળતર, શહીદો માટે લોહીનું મૂલ્ય (Blood-money) અને આ યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો માટે ક્ષતિપૂર્તિની માંગ કરીશું. અમે ચોક્કસપણે હોર્મુઝની સામુદ્રધુનીના સંચાલનને એક નવા સ્તરે લઈ જઈશું.”

સર્વોચ્ચ નેતાએ લોકોને રસ્તાઓ પર ઉતરી ‘માનવ સંરક્ષણ સાંકળ’ બનાવવાનું ચાલુ રાખવા આગ્રહ કર્યો હતો. તેમણે ચેતવણી આપી કે કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાતનો અર્થ એ નથી કે સંઘર્ષ સંપૂર્ણપણે પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે, “જો લશ્કરી મોરચે મૌનનો સમયગાળો શરૂ થયો હોય, તો પણ જે લોકો ચોક, મહોલ્લા અને મસ્જિદોમાં હાજર રહી શકે છે તેમની ફરજ પહેલા કરતા વધુ મહત્વની બની જાય છે. ચોક્કસપણે, રસ્તાઓ પરના તમારા અવાજો વાટાઘાટોના પરિણામ પર અસર કરે છે.”

યુદ્ધવિરામ કરાર જોખમમાં

અમેરિકા અને ઈરાન વચ્ચેનો નાજુક યુદ્ધવિરામ કરાર હાલ અધ્ધરતાલ લટકી રહ્યો છે. ઈરાનનો દાવો છે કે આ કામચલાઉ સમજૂતીમાં સમગ્ર ક્ષેત્રનો સમાવેશ થાય છે, છતાં ઇઝરાયલે દક્ષિણ લેબનાન પર હુમલા ચાલુ રાખ્યા છે. વોશિંગ્ટન અને ઇઝરાયલ બંનેનું કહેવું છે કે આ યુદ્ધવિરામ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર લાગુ પડતો નથી. આ મતભેદને કારણે રાજદ્વારી પ્રયાસો વધુ જટિલ બન્યા છે અને યુદ્ધવિરામ તૂટી જવાનો ખતરો વધી ગયો છે.

Leave a Comment

READ MORE

READ MORE