સવારે 6 થી 10 વચ્ચે જ કેમ વધે છે હાર્ટ એટેકનું જોખમ? ભૂલથી પણ ન કરતા આ બાબતોને નજરઅંદાજ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે દિવસની શરૂઆત, જે તાજગી અને નવી ઉર્જાનો સમય માનવામાં આવે છે.તે જ હૃદય માટે સૌથી વધુ જોખમી કેમ સાબિત થાય છે? ઘણા લોકો રાત્રે એકદમ સામાન્ય હાલતમાં સૂઈ જાય છે. પરંતુ સવારે ઉઠતાની સાથે જ છાતીમાં દુખાવો કે બેચેની અનુભવે છે.આ કોઈ સંયોગ નથી. પરંતુ શરીરની અંદર થતી કેટલીક ખાસ પ્રક્રિયાઓની અસર છે. નિષ્ણાતોના મતે, હૃદય સંબંધિત સમસ્યાઓ અવારનવાર સવારે 6 થી 10 વાગ્યાની વચ્ચે વધુ જોવા મળે છે. પણ પ્રશ્ન એ થાય છે કે આવું કેમ થાય છે? ચાલો જાણીએ.

આ પણ વાંચો…

મુકુલ ચૌધરીએ કોલકાતાના મોઢામાંથી જીત છીનવી, લખનૌએ છેલ્લા બોલે 3 વિકેટે મેદાન માર્યું

કયા કારણોસર સવારે હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ હોય છે?

  • હોર્મોનલ ફેરફાર: જ્યારે આપણે ઊંઘમાંથી જાગીએ છીએ, ત્યારે આપણું શરીર અચાનક ‘એક્ટિવ મોડ’માં આવી જાય છે.આ સમયે શરીરમાં કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા હોર્મોન્સ ઝડપથી વધે છે.જે આપણને જગાડવાનું અને ઉર્જા આપવાનું કામ કરે છે.પરંતુ, આ પ્રક્રિયા બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા પણ તેટલી જ ઝડપથી વધારી દે છે. જે લોકોની નસોમાં પહેલાથી જ બ્લોકેજ કે ચરબી જમા હોય, તેમના માટે આ અચાનક વધેલું દબાણ ખતરનાક સાબિત થઈ શકે છે.

  • લોહીનું ઘટ્ટ થવું: રાત્રે ઊંઘ દરમિયાન આપણે પાણી નથી પીતા, જેના કારણે શરીર સહેજ ‘ડિહાઇડ્રેટ’ થઈ જાય છે.પરિણામે સવારના સમયે લોહી થોડું ઘટ્ટ બને છે.ઘટ્ટ લોહીને પંપ કરવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે.જે હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

  • સ્લીપ એપ્નિયા: જો કોઈને ઊંઘ સંબંધિત સમસ્યા જેમ કે ‘સ્લીપ એપ્નિયા’ હોય, તો રાત્રે શરીરમાં ઓક્સિજનની કમી થઈ શકે છે.આનાથી શરીરમાં સોજો (Inflammation) વધે છે અને સવારે હૃદય પર દબાણ વધી જાય છે.

હાર્ટ એટેકના જોખમને કેવી રીતે ઓછું કરવું?

સવારના આ જોખમથી બચવા માટે કેટલીક સરળ આદતો અપનાવવી જોઈએ:

  1. ધીમેથી ઉઠો: સવારે ઉઠતાની સાથે જ તરત પથારીમાંથી ઉભા ન થાઓ.પહેલા 4-5 મિનિટ આરામથી બેસો અને શરીરને સ્થિર થવા દો.

  2. પાણી પીવો: ઉઠ્યા પછી તરત જ એક ગ્લાસ પાણી પીવો જેથી શરીર હાઇડ્રેટ થઈ શકે અને લોહીનું પરિભ્રમણ સરળ બને.

  3. નિયમિત દવાઓ: જો તમે બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસના દર્દી હોવ, તો ડોક્ટરની સલાહ મુજબ દવાઓ યોગ્ય સમયે લેવાનું રાખો.

  4. ભારે કસરત ટાળો: અતિશય ઠંડીમાં અથવા વહેલી સવારે ખાલી પેટે ભારે કસરત કરવાનું ટાળો.

  5. પૂરતી ઊંઘ: રાત્રે પૂરતી ઊંઘ લો. જો તમને ઊંઘમાં કોઈ તકલીફ હોય, તો તરત જ ડોક્ટરની સલાહ લો.

આ નાની-નાની વાતોનું ધ્યાન રાખીને તમે તમારા હૃદયને સુરક્ષિત રાખી શકો છો અને દિવસની હેલ્ધી શરૂઆત કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE