ઈરાન અને અમેરિકા વચ્ચે બુધવારે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ સીઝફાયર હેઠળ 2 અઠવાડિયા સુધી લડાઈ રોકીને કરાર માટે ઈસ્લામાબાદમાં વાતચીત થવાની છે. આ દરમિયાન પાકિસ્તાની અધિકારીઓએ એવા નામો જાહેર કર્યા છે જેઓ આ શાંતિ વાર્તામાં સામેલ થઈ શકે છે. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હજુ વિગતો નક્કી થઈ રહી છે અને યાદીમાં ફેરફાર થઈ શકે છે.
આ પણ વાંચો..
વાર્તામાં સામેલ થનારા સંભવિત પ્રતિનિધિઓ:
૧. પાકિસ્તાન (યજમાન)
-
શહબાઝ શરીફ: વડાપ્રધાન
-
ફિલ્ડ માર્શલ સૈયદ અસીમ મુનીર: આર્મી ચીફ
-
ઈશાક ડાર: નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી
-
લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિક: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ISI ચીફ
૨. અમેરિકાનું પ્રતિનિધિમંડળ
-
જેડી વેન્સ: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ
-
સ્ટીવ વિટકોફ: વ્હાઇટ હાઉસના વિશેષ દૂત
-
જેરેડ કુશનર: રાષ્ટ્રપતિના પૂર્વ વરિષ્ઠ સલાહકાર
-
એડમિરલ બ્રૈડ કૂપર: CENTCOM કમાન્ડર (સામેલ થવાની શક્યતા)
૩. ઈરાનનું પ્રતિનિધિમંડળ
-
મોહમ્મદ બઘેર ગાલિબાફ: ઈરાનની સંસદના અધ્યક્ષ
-
અબ્બાસ અરાઘચી: વિદેશ મંત્રી
-
માજિદ તખ્ત રવાંચી: નાયબ વિદેશ મંત્રી
લેબનાનના PMનો શરીફને ફોન: ‘અમને પણ સામેલ કરો’
આ બેઠક પહેલા લેબનાનના વડાપ્રધાન નવાફ સલામે પાકિસ્તાની સમકક્ષ શહબાઝ શરીફને ફોન કર્યો હતો. તેમણે વિનંતી કરી છે કે ઈરાન-અમેરિકા યુદ્ધવિરામમાં લેબનાનને પણ સામેલ કરવામાં આવે, જેથી ઈઝરાયેલના હુમલા રોકી શકાય. ઉલ્લેખનીય છે કે, લેબનાનમાં ઈઝરાયેલી હુમલામાં ૨૦૦થી વધુ લોકોના મોત થયા છે.
વિવાદ: શું લેબનાન આ કરારનો ભાગ છે?
યુદ્ધવિરામને લઈને મોટો વિવાદ સર્જાયો છે:
-
ઈઝરાયેલ અને અમેરિકા: તેમનું કહેવું છે કે આ યુદ્ધવિરામમાં લેબનાન સામેલ નથી અને હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા ચાલુ રહેશે.
-
ઈરાન: ઈરાની સંસદના અધ્યક્ષ ગાલિબાફે ચેતવણી આપી છે કે તેહરાન લેબનાનને આ કરારનો અભિન્ન ભાગ માને છે. જો લેબનાન પર હુમલા થશે તો ઈરાન આકરી જવાબી કાર્યવાહી કરશે.
આ ખેંચતાણને કારણે ઈસ્લામાબાદમાં યોજાનારી આ શાંતિ વાર્તા અત્યંત નાજુક તબક્કે પહોંચી ગઈ છે.
Post Views: 34











