કર્ણાટકમાં આ દિવસોમાં ઓટો એલપીજી (Auto LPG) ની માંગમાં અચાનક ભારે ઉછાળો આવ્યો છે…તેનું મુખ્ય કારણ એ છે કે બેંગલુરુ અને રાજ્યના અનેક ભાગોમાં 300થી વધુ ખાનગી એલપીજી પંપ બંધ (Over 300 Pumps Shut Down) થઈ ગયા છે..અથવા આંશિક રીતે કાર્યરત છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (Indian Oil Corporation) એ મોટું પગલું ભર્યું છે. કંપનીએ સમગ્ર કર્ણાટકમાં ઓટો એલપીજીનો સપ્લાય નોંધપાત્ર રીતે વધારી દીધો છે. જેથી ઓટો રિક્ષા અને એલપીજીથી ચાલતા વાહનોને ઈંધણની અછત ન સર્જાય.
કંપનીના જણાવ્યા અનુસાર, હાલમાં તે રાજ્યમાં તેના 55 ઓટો એલપીજી ડિસ્પેન્સિંગ સ્ટેશનો (ALDS) દ્વારા જરૂરિયાત પૂરી કરી રહી છે..ખાનગી પંપો બંધ થવાને કારણે હવે વધુ લોકો સરકારી પંપો પર નિર્ભર બન્યા છે. જેના લીધે ત્યાં દબાણ પણ વધી ગયું છે.ઇન્ડિયન ઓઇલના અધિકારી વી..વેત્રિસેલ્વાક્કુમારે જણાવ્યું હતું કે, કંપનીએ પરિસ્થિતિને થાળે પાડવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. જેથી સપ્લાય સતત ચાલુ રહે અને લોકોને મુશ્કેલી ન પડે.
શું કહે છે આંકડા? સમજો
આંકડાઓ મુજબ, કર્ણાટકમાં ઇન્ડિયન ઓઇલના પંપો પર દૈનિક વેચાણ વધીને આશરે 59.53 મેટ્રિક ટન સુધી પહોંચી ગયું છે…જે છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ 43.4 મેટ્રિક ટન હતું..એટલે કે માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
કંપનીએ અપાવ્યો ભરોસો
આ સાથે જ કંપનીએ ખાતરી આપી છે કે, તે સરકારના નિર્દેશોનું પાલન કરીને તમામ વિસ્તારોમાં ઈંધણનો સમાન પુરવઠો સુનિશ્ચિત કરશે…એકંદરે ખાનગી પંપો બંધ થવાને કારણે ઉભી થયેલી સ્થિતિને સંભાળવા માટે ઇન્ડિયન ઓઇલ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે.જેથી સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ન પડે.
Post Views: 52











