ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા માટે આપણે સૌ આઈસક્રીમ ખાઈએ છીએ, પણ જો આદત બની જાય તો એના ઘણા નુકશાન થઈ શકે છે.
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને તાપમાન 40ડિગ્રી સુધી પહોંચવા લાગ્યું છે. ગરમીના લીધે લોકો આઈસક્રીમ અને કોલ્ડ્રિંક્સ પિતા હોય છે પણ જો કોઈ વાર એક બે નહી અને ઘણી બધી આઈસક્રીમ ખાઈએ તો એના શરીર પર ખરાબ અસર પડી શકે છે. તો જાણીએ એના નુકશાન.
સ્થૂળતા વધવી (જાડાપણું)
ઘણા સંશોધનોમાં સામે આવ્યું છે કે,આઈસક્રીમમાં ઘણી માત્રામાં શુગર (ખાંડ) અને કેલરી હોય છે. આ શરીરમા ચરબીને ઘણી ઝડપથી વધારવાનું કામ કરે છે. એનાથી જાડાપણું તો વધે છે. સાથે-સાથે બીજી ઘણી બીમારીઓનું જોખમ રહે છે. નિષ્ણાતો જણાવે છે કે, જો 3-4 આઈસક્રીમ તમે ખાઈ જાઓ છો, તો એનાથી 1000 કેલરી જેટલી શરીરને મળી જાય છે.
હૃદયની બીમારીઓનો ખતરો
આઈસક્રીમમા સેચ્યુરેટેડ ફેટ હોય છે. એનાથી શરીરમા ટ્રાઇગ્લિસરાઇડ્સ અને કોલેસ્ટ્રોલનુ લેવલ વધે છે. કોલેસ્ટ્રોલ વધવાના લીધે હૃદયની બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે. જો કોઈ માણસને પહેલાથી હાઈપરટેન્શનની સમસ્યા હોય, તો મુશ્કેલી ઘણી વધી શકે છે.
મગજ પર પડે છે સીધી અસર
એક અધ્યયનમાં સાબિત થયુ છે કે, આઈસક્રીમમા સેચ્યુરેટેડ ફેટ અને ખાંડ વધુ હોય છે. એના લીધે મગજની પ્રક્રિયા પણ અસર કરે છે. એનાથી યાદશક્તિ નબળી બને છે.
ડાયાબિટીસના દર્દીઓએ બચવુ
જે લોકોમા ડાયાબિટીસનુ લેવલ બોર્ડર પર હોય, તો તેને આઈસક્રીમ ન ખાવી જોઈએ. જે લોકો ને વારસાગત (જીનેટિક ડિસઓર્ડર) છે.તેઓ ને પણ આઈસક્રીમ ખાવાથી બચવુ જોઈએ.
નોંધ :અહી આપેલી માહિતી એક સામાન્ય જ્ઞાન માટે જ છે અને અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી.
Post Views: 0











