ભૂતપૂર્વ રેલવે મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ રોયનું કોલકાતાની એક હોસ્પિટલમાં લગભગ 1:30 વાગ્યે અવસાન થયું..73 વર્ષીય મુકુલ રોય લાંબા સમયથી ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા…ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા.અનેક રાષ્ટ્રીય અને રાજ્ય નેતાઓએ શોક વ્યક્ત કર્યો..હોસ્પિટલ અને તેમના પુત્ર સુભ્રાંશુ રોયએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.
મમતા બેનર્જીના નજીકના સાથી
મુકુલ રોય પશ્ચિમ બંગાળના રાજકારણના ચાણક્ય તરીકે જાણીતા હતા.એક સમયે મમતા બેનર્જીના નજીકના સાથી રહેલા મુકુલ રોય તૃણમૂલ કોંગ્રેસના સ્થાપકોમાંના એક હતા અને સંગઠનને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે 2015 સુધી તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ તરીકે સેવા આપી હતી..જેમાં CPM અને કોંગ્રેસના નેતાઓને સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. 2017 માં તેઓ ટીએમસી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા..
મુકુલ રોયે 2021 ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી ભાજપની ટિકિટ પર લડી હતી.. પરંતુ ભાજપમાં જોડાતા પહેલા તેઓ મમતા બેનર્જી પછી ટીએમસીમાં નંબર બે નેતા હતા.તેઓ 2006 માં રાજ્યસભાના સભ્ય બન્યા અને 2009 થી 2019 સુધી સંસદ સભ્ય તરીકે સેવા આપી. તેમને યુપીએ-૨ સરકારમાં શિપિંગ રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે 2011 થી 2012 સુધી દેશના રેલવે મંત્રી તરીકે પણ સેવા આપી હતી..2011 ની વિધાનસભા ચૂંટણી અને મમતા બેનર્જીને મુખ્યમંત્રી બનાવવામાં પાછળ તેઓનું મગજ હતુ.
કૌભાંડમાં ફસાયા બાદ હાંકી કઢાયા
મુકુલ રોયની રણનીતિ દ્વારા જ તૃણમૂલ કોંગ્રેસે 34 વર્ષ જૂના ડાબેરી મોરચાના શાસનનો અંત લાવ્યો અને બંગાળમાં પોતાનું શાસન સ્થાપિત કર્યું..જે સ્થિતિ આજે પણ તે જાળવી રાખે છે. મુકુલ પાસે શહેરી વિકાસ વિભાગ પણ હતો.. પરંતુ શારદા ચિટ ફંડ કૌભાંડ અને નારદ સ્ટિંગ ઓપરેશનમાં તેમની સંડોવણીને કારણે તેમની અને મમતા બેનર્જી વચ્ચે અણબનાવ થયો.વિવાદને કારણે તેમને 2017 માં તૃણમૂલ કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.. અને પછી ભાજપમાં જોડાયા હતા.
ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા
2019 ની લોકસભા ચૂંટણીમાં, મુકુલ રોયની રણનીતિએ ભાજપને બંગાળમાં 18 બેઠકો જીતવામાં મદદ કરી. 2020 માં, ભાજપે તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા.તેમણે કૃષ્ણનગર ઉત્તરથી 2021 ની વિધાનસભા ચૂંટણી લડી અને તેઓ જીત્યા. જૂન 2021 માં, જ્યારે હજુ પણ ધારાસભ્ય હતા..મુકુલ રોય ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં ફરી જોડાયા..જેના કારણે પક્ષપલટાના આરોપો લાગ્યા. નવેમ્બર 2025 માં, કોલકાતા હાઇકોર્ટે તેમને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ધારાસભ્ય પદ પરથી ગેરલાયક ઠેરવ્યા હતા..
Post Views: 0











