નેપાળના ધાડિંગ જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક ભયંકર અકસ્માત થયો.પોખરાથી કાઠમંડુ જઈ રહેલી એક પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. જેમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ ઘટના ભારતીય સમય મુજબ રાત્રે 1:00 વાગ્યે ચિન્નાધરા વિસ્તાર નજીક બની હતી. બસમાં કેટલાક વિદેશી પ્રવાસીઓ સહિત આશરે 40 થી 45 મુસાફરો હતા.
મૃતકોની સંખ્યા 18 હોવાનું જાણવા મળ્યું છે. જેમાં છ મહિલાઓ અને 11 પુરુષોનો સમાવેશ થાય છે.અકસ્માતમાં 25 થી 27 લોકો ઘાયલ થયા.. અને તેમને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘાયલોમાં આઠ મહિલાઓ, 18 પુરુષો અને એક સગીર છોકરીનો સમાનેપાળ: પેસેન્જર બસ નદીમાં પડતાં 18 લોકોના મોત, અનેક ઘાયલ; વિદેશી પ્રવાસીઓ પણ સવાર
નેપાળના ધાડિંગ જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક ભયંકર અકસ્માત થયો.પોખરાથી કાઠમંડુ જઈ રહેલી એક પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. જેમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ ઘટના ભારતીય સમય મુજબ રાત્રે 1:00 વાગ્યે ચિન્નાધરા વિસ્તાર નજીક બની હતી. બસમાં કેટલાક વિદેશી પ્રવાસીઓ સહિત આશરે 40 થી 45 મુસાફરો હતા.
મૃતકોની સંખ્યા 18 હોવાનું જાણવા મળ્યું છે. જેમાં છ મહિલાઓ અને 11 પુરુષોનો સમાવેશ થાય છે.અકસ્માતમાં 25 થી 27 લોકો ઘાયલ થયા.. અને તેમને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘાયલોમાં આઠ મહિલાઓ, 18 પુરુષો અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે.
કેવી રીતે થયો અકસ્માત?
બસ પૃથ્વી હાઇવે પર મુસાફરી કરી રહી હતી. બેનીઘાટ રોરાંગ ગ્રામીણ મ્યુનિસિપાલિટી-5 ના ભૈસેપતિ વિસ્તાર નજીક બસે કાબુ ગુમાવ્યો હોવાના અહેવાલ છે..વાહન રસ્તા પરથી લપસી ગયું.. લગભગ 300 મીટર નીચે ઢળી ગયું અને નદી કિનારે પડી ગયું. બસ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત મળી આવી.
પોલીસે જણાવ્યું કે અકસ્માતનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો અથવા રસ્તાની સ્થિતિ ખરાબ હતી. બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો હોવાની શક્યતાની પણ તપાસ કરવામાં આવી રહી છે.વહીવટીતંત્રે મૃતકોના પરિવારોને જાણ કરી છે.
રાત્રિના સમયે બચાવનો પડકાર
અકસ્માત રાત્રે થયો હતો.. જેના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. નેપાળ સેના, સશસ્ત્ર પોલીસ દળ, નેપાળ પોલીસ અને સ્થાનિક લોકોએ બચાવ કાર્ય હાથ ધરવા માટે સાથે મળીને કામ કર્યું હતું. હાઇવે રેસ્ક્યુ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ રાજકુમાર ઠાકુરે જણાવ્યું કે, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અંધારું અને નદીના પ્રવાહે બચાવ કામગીરી માટે મોટો પડકાર ઉભો કર્યો હતો.
વેશ થાય છે.
Post Views: 1