રાજસ્થાનના ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી, 7 કામદારો જીવતા બળી ગયા

રાજસ્થાનના ભીવાડીમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે..અહેવાલો અનુસાર, ભીવાડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી, જેમાં ઓછામાં ઓછા સાત કામદારો જીવતા બળી ગયા.તેમના મૃતદેહ મળી આવ્યા છે, પરંતુ બે કામદારો હજુ પણ અંદર ફસાયેલા છે. ઘટના સમયે લગભગ 25 કામદારો કામ કરી રહ્યા હતા. સોમવારે સવારે 9:30 વાગ્યાની આસપાસ ખુશખેડા કરૌલી ઔદ્યોગિક વિસ્તારમાં આ અકસ્માત થયો હતો.

ઘટના અંગે માહિતી આપતાં, એડીએમ સુમિતા મિશ્રાએ જણાવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી..આ ફેક્ટરીમાં રસાયણો અને ફટાકડા બનાવાતા હતા. ફેક્ટરી માલિકનું નામ રાજેન્દ્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE