CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શું છે ?…દેશભરના ATM માંથી અનાજ વિતરણ કરવામાં આવશે !

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી(CBDC) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)નું ઉદ્ઘાટન કર્યું.આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “ડિજિટલ ઇન્ડિયા” અભિયાનનો મુખ્ય ભાગ છે.જેનો ઉદ્દેશ્ય સરકારી સેવાઓ સીધી જનતા સુધી પહોંચાડવાનો છે.આ નવી વ્યવસ્થા ભારતીય રિઝર્વ બેંક (RBI), ભારતીય ખાદ્ય નિગમ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સહયોગથી લાગુ કરવામાં આવી છે..તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય અનાજ વિતરણ પ્રક્રિયામાંથી વચેટિયાઓને સંપૂર્ણપણે દૂર કરવાનો છે.

આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં વિકસિત”અનાજ ATM”, “અન્નપૂર્તિ” મશીનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું..અમિત શાહે તેને ટેકનોલોજી અને માનવીય સંવેદનશીલતાનું અદ્ભુત સંયોજન ગણાવ્યું..આ ATM હવે ગરીબોને માત્ર ઘઉં કે ચોખા જ નહીં પણ 1 કિલો તુવેર દાળ, 1 કિલો ચણા, મીઠું અને ખાંડ પણ વહેંચશે. આ મશીન ‘મેડ ઇન ગુજરાત’નું પ્રતીક છે..દેશની ટેકનોલોજીકલ પ્રગતિને પ્રતિબિંબિત કરે છે.

ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે,આ સિસ્ટમ આગામી ત્રણથી ચાર વર્ષમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે.આનાથી દરેક ગરીબ વ્યક્તિને 5 કિલોગ્રામ અનાજનો હક સુરક્ષિત રીતે મળશે. તેમણે સમજાવ્યું કે ડિજિટલ ઇન્ડિયાએ ગામડાઓમાં કનેક્ટિવિટી વધારી છે.હવે 1,07,000 ગામડાઓમાં ઇન્ટરનેટ ઍક્સેસ છે.’એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ’ પછી આ ડિજિટલ પહેલ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સૌથી મોટો ફેરફાર સાબિત થશે.

અમિત શાહે કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ઘણા વર્ષોથી ભ્રષ્ટાચારને કારણે દેશના પછાત વિસ્તારોમાં ગરીબો સુધી અનાજ પહોંચી રહ્યું ન હતું.પરંતુ આ નવી ડિજિટલ સિસ્ટમ ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના કાર્યમાં પારદર્શિતા લાવશે અને ભ્રષ્ટાચારને નાબૂદ કરશે..તેમણે સમજાવ્યું કે 11 વર્ષ પહેલાં ડિજિટલ વ્યવહારોની કલ્પના કરવી મુશ્કેલ હતી..પરંતુ આજે વિશ્વના અડધા ડિજિટલ વ્યવહારો ફક્ત ભારતમાં થઈ રહ્યા છે.આ સિસ્ટમ આધાર-આધારિત બાયોમેટ્રિક ઓળખ સાથે જોડાણમાં કાર્ય કરશે, જે સમગ્ર પ્રક્રિયાને સુરક્ષિત અને સચોટ બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE