PM મોદી આજ સાંજે નિહાળશે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’, જેની અગાઉ કરી ચૂક્યાં છે પ્રશંસા

The Sabarmati Report : PM મોદી ‘ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી લીડ રોલમાં છે. આ ફિલ્મ ગુજરાતની ગોધરાની ઘટના પર આધારિત છે. PM નવી દિલ્હીના બાલયોગી ઓડિટોરિયમમાં જોશે આ ફિલ્મ

The Sabarmati Report : આજકાલ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ની ચારેકોર ચર્ચા થઈ રહી છે. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે સાંજે 4 વાગ્યે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ નિહાળશે. મહત્વનું છે કે, PM મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી લીડ રોલમાં છે. આ ફિલ્મ ગુજરાતની ગોધરાની ઘટના પર આધારિત છે. વિગતો મુજબ PM નવી દિલ્હીના બાલયોગી ઓડિટોરિયમમાં આ ફિલ્મ જોશે.

ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ગયા મહિને 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની રિલીઝ દરમિયાન PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિલ્મના વખાણ કર્યા હતા એ સારી વાત છે કે, હવે સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ જોઈ શકે. નકલી વાર્તા માત્ર થોડા સમય માટે જ ચાલે છે. અંતે,હકીકતો બહાર આવે છે. PM એ એક પોસ્ટને રીટ્વીટ કરીને ફિલ્મની પ્રશંસા કરી હતી. ફિલ્મ સંબંધિત આ પોસ્ટ એક પત્રકાર દ્વારા કરવામાં આવી હતી. આ ફિલ્મ 2002માં ગોધરામાં બનેલી ટ્રેન સળગાવવાની ઘટના પર આધારિત છે.

અમિત શાહ પણ કરી ચૂક્યા છે ફિલ્મના વખાણ

PM પીએમ મોદી જ નહીં પરંતુ ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા છે. અમિત શાહ ગયા મહિને 22 નવેમ્બરે ફિલ્મના નિર્માતાઓને પણ મળ્યા હતા. ફિલ્મના નિર્માતાઓની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે અમિત શાહે કહ્યું, “ધ સાબરમતી રિપોર્ટની ટીમને મળ્યો અને સત્ય બહાર લાવવાની હિંમત બદલ અભિનંદન આપ્યા.” કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ જૂઠાણા અને ભ્રામક તથ્યોને ઉજાગર કરે છે અને સત્યને બહાર લાવે છે જે રાજકીય હિતોને પૂરા કરવા માટે લાંબા સમયથી દબાવી દેવામાં આવ્યું હતું.

UP-MPમાં ટેક્સ ફ્રી છે આ ફિલ્મ

કેટલાક રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી ડો.મોહન યાદવે આ ફિલ્મને તેમના રાજ્યમાં ટેક્સ ફ્રી કરી. આટલું જ નહીં તેમણે તેના કેબિનેટ સાથીદારો સાથે ફિલ્મ પણ જોઈ. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્મા પણ હાજર હતા. એક દિવસ પહેલા જ કેન્દ્રીય રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીએ રાજસ્થાનના અજમેરમાં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોઈ હતી. ફિલ્મ જોયા બાદ ચૌધરીએ કહ્યું કે, સાબરમતી રિપોર્ટમાં સત્ય બહાર આવ્યું છે. જોકે, એ પણ કમનસીબી છે કે વોટબેંકની રાજનીતિએ સમગ્ર માનવતાને શરમમાં મૂકી દીધી છે. વ્યક્તિએ હંમેશા સત્યનું સમર્થન કરવું જોઈએ. સત્ય ક્યારેય હરાવી શકાતું નથી.

વિક્રાંત મેસીએ એક્ટિંગમાંથી લીધો સંન્યાસ

બોલીવુડ અભિનેતા વિક્રાંત મેસીએ તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અભિનયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તાજેતરમાં જ અભિનેતા ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં જોવા મળ્યો હતો. અગાઉ ’12મી ફેલ’ અને ‘સેક્ટર 36’ જેવી ફિલ્મોમાં તેના શાનદાર અભિનય માટે તેની પ્રશંસા કરવામાં આવી હતી. એવી અપેક્ષા હતી કે વિક્રાંત આ સફળતાનો લાભ લેશે અને આગળ વધશે, પરંતુ અભિનેતાએ અચાનક નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. 37 વર્ષની ઉંમરે તે એક્ટિંગને અલવિદા કહેવા જઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE