ગીતા વિદ્યાલયના મંદિરમા શનિદેવની મુર્તિ પ્રતિષ્ઠાની વિધિ સાથે કરાઈ સ્થાપના

 

રાજકોટ જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ – ગીતા મંદિરમાં દાતાઓના સહયોગથી શ્રી શનિદેવના દિવ્ય નિજમંદિરનું નિર્માણ થયું છે. જેમાં તા.27 ને શનિવારે કામનાથ મહાદેવ સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન આચાર્ય હર્ષદભાઈ શાસ્ત્રીજી તથા કર્મકાંડી ભૂદેવોના બુલંદ કંઠે મંત્રોચ્ચાર સાથે હવનમાં આહુતિઓ અર્પણ કરીને વિધિસર મુર્તિપ્રતિષ્ઠા થઈ હતી. જ્યારે મુર્તિ પ્રતિષ્ઠા વિધિમાં કંચનબેન કાંતિભાઈ નથવાણી યજમાન બન્યા હતા. આ પ્રસંગે જંકશન ગાયકવાડી પ્લોટના વ્યાપારી અગ્રણીઓ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ, રામચરિત માનસ મંદિરના કારોબારી સભ્યો, મહિલા યોગ શિબિરના બહેનો, દાતાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE