મનપામાં સફાઇ કામદારોના વારસદારની કરાઈ નિમણુંક

 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છ સફાઈ કામદારોને સ્વૈચ્છિક નિવૃત થતાં તેઓને નિવૃત્તિ વિદાયમાન તેમજ સાત સફાઈ વારસદારોને પદાધિકારીઓ દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાત વારસદારોને રહેમરાહે સફાઈ સહાયક તરીકે મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઈ જલુના હસ્તે નિમણૂંકપત્ર અપાયા હતા. આ અવસરે મેયર નયનાબેન પેઢડીયાએ સ્વૈચ્છિક નિવૃત થતા સફાઈ કામદારોને તેઓનું હવે પછીનું જીવન સુખમય અને શાંતિમય પસાર થાય અને તેઓનું આરોગ્ય સારું રહે તેવી શુભેચ્છા આપી હતી. તેમજ વારસદાર તરીકે રહેમરાહે નિમણુંક પામતા તમામ સફાઈ કામદારોને શુભેચ્છા પાઠવી પ્રામાણિકતાથી અને શિસ્તબધ્ધ રીતે ફરજ નિભાવવા સલાહ આપી હતી. જેમને એડહોક સફાઇ કામદાર તરીકે નિમણુંક અપાઇ તેમાં ગળિયલ કૌશિક ઈશ્વરભાઈ, વાઘેલા મનોજ અશોકભાઇ, ચૌહાણ અરૂણ ગોવિંદભાઇ, બાબરીયા જયશ્રીબેન કલ્પેશભાઈ, વાઘેલા ડિમ્પલબેન અનિલભાઈ, ગૌતમ રાજેશભાઈ પરમાર, રાઠોડ મહેશભાઈ ચમનભાઇનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE