કબડ્ડી સ્પર્ધામાં કોટેચા સ્કૂલની દિકરીઓએ મેળવી સિદ્ધિ

 

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને સ્પોર્ટ્સ ઓર્થોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધામાં કાલાવડ રોડ સ્થિત પ્રતિષ્ઠિત સંસ્થા કે.જે. કોટેચા ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થિનીઓની ટીમનો કબડ્ડીમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે. જેમાં પરમાર સુહાની, સિંગ કુમકુમ, તથા પુરોહિત વિદ્યાની જિલ્લા લેવલે પસંદગી થયેલી છે. રમેશભાઈ જોશીએ સમગ્ર ટીમને માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીગણ તથા શાળા પરિવારે ટીમને અભિનંદન આપી ઉત્સાહ વધાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE