ધોળકિયા સ્કૂલના કેમ્પસ ડાયરેકટર ઋષિકા ઓઝાને પીએચડીની પદવી એનાયત

માતૃશ્રી એલ.જી. ધોળકિયા સ્કૂલ ખાતે મવડી વિભાગની શાળામાં કેમ્પસ ડાયરેકટર તરીકે ફરજ બજાવતાં ઋષિકા ઓઝાએ વિચાર નિયંત્રણ ક્ષમતા વિકાસ કાર્યક્રમની અસરકારકતા અને સંરચનાનો અભ્યાસએ વિષય પર ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના માર્ગદર્શક ડો.નિમિષ વિરમગામાના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો. જેને યુનિવર્સિટીએ માન્યતા આપી ઋષિકા ઓઝાને પી.એચ.ડી.ની પદવી એનાયત કરી છે. ડો.ઋષિકા ઓઝાને આ સિદ્ધિ બદલ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટીઓ પ્રિન્સીપાલઓ તથા તમામ શિક્ષકોએ શુભેચ્છા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE