પદ્મશ્રી, પદ્મભૂષણ પૂ.ડો. આચાર્ય ગોસ્વામી શ્રી ગોકુલોત્સવજી મહોદય વગેરેના સાંનિધ્યમાં

ડિસેમબરમાં વિરાટ વાજપેય મહા સોમયજ્ઞ તથા વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞનું કરાયું આયોજન

તા.30મી નવે.ના સોમરાજાની ભવ્ય શોભાયાત્રા : રાજકોટના આંગણે 12મો સોમયજ્ઞ : તા.1 થી 6 સુધી 150 ફુટ રીંગ રોડ વિસ્તારમાં સોમયજ્ઞનું આયોજન : સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છના ભાવિકોને મળશે દિવ્ય લાભ

રાજકોટના આંગણે વૈષ્ણવાચાર્ય, પદ્મશ્રી, પદ્મભૂષણ પૂ.ડો. ગોસ્વામી શ્રી ગોકુલોત્સવજી મહારાજની અધ્યક્ષતામાં વિરાટ વાજપેય મહા સોમયજ્ઞ મહોત્સવ તથા વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞનું 11 વખત ભવ્ય આયોજન કરીને રાજકોટની જનતાને દિવ્ય લાભ આપ્યો હતો. આગામી 30 નવે.થી તા.6-12-24 સુધી ફરીને શ્રી વિરાટ વાજપેય મહા સોમયજ્ઞ મહોત્સવ તથા શ્રી વિષ્ણુ ગોપાલ મહાયમનો દિવ્ય લાભ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છને મળવા જઈ રહ્યો છે. સમસ્ત વૈષ્ણવ સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. શ્રી વિરાટ વાજપેય મહા સોમયજ્ઞનું આયોજન 150 ફુટ રીંગ રોડ વિસ્તારમાં કરાશે. તા.30 નવેમબરના સોમરાજાની શોભાયાત્રા તથા તા.1લી ડિસે.થી તા.6 સુધી સોમયજ્ઞ યોજાશે. સર્વાધ્યક્ષ વાજપેયયાજી સર્વ તો મુખી સોમયાજી દીક્ષિત ગોસ્વામી શ્રી ગોકુલોત્સવજી મહારાજ (પદ્મશ્રી તથા પદ્મભૂષણ અલંકરણથી સન્માનિત બે વખત રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રાપ્ત) તથા યજ્ઞાચાર્ય, સોમયજ્ઞ સમ્રાટ ગોસ્વામી શ્રી વ્રજોત્સવજી મ. માર્ગદર્શક ગોસ્વામી શ્રી ઉમંગરાયજી બાવાનું સોમયમ મહોત્સવમાં સાંનિધ્ય રહેશે. ઉપરોકત અનુષ્ઠાનના મુખ્ય મનોરથી વિઠલભાઈ ભાલારા, પોપટભાઈ ભાલારા છે. તેમ રાજકોટ સોમયજ્ઞ મહોત્સવ સમિતિએ જણાવેલ છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE