જય જગન્નાથ : ગગનભેદી નાદ સાથે આજે જળયાત્રામાં 108 કળશધારી બાળાઓ જોડાશે

પરંપરા અનુસાર રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના વરદ હસ્તે કરાશે મહાઅભિષેક

ભગવાન જગન્નાથજીના રથયાત્રા મહોત્સવની વિધિવત શરૂઆત જેઠ સુદ-પુનમના દિવસે જળયાત્રાથી થાય છે. રાજકોટમાં નાનામવા ખાતે આવેલ જગન્નાથ મંદિરે વૈદિક પરંપરા મુજબ તા.22ને શનિવારના રોજ ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 108 કળશધારી બાળાઓ વાજતે-ગાજતે નાનામવા ગામના કુવે પાણી ભરવા માટે જશે જે પાણી અને કેશર ચંદનથી મંદિરના પટાંગણમાં ભગવાન જગન્નાથજીને સ્નાન કરવામાં આવશે. આ જળયાત્રામાં બાળાઓ-બહેનો, સાધુસંતો અને ભક્તજનો જોડાશે. ધાર્મિક પરંપરા મુજબ ભગવાન ભક્તોના દુ:ખ હરનારા જગતના નાથને પણ શરદી થઇ જતી હોય તેના ઇલાજ માટે કરવા માટે આ સ્નાન વિધિ કરવામાં આવતી હોય છે. દુધ કેશર અને 108 ઘડા જળથી સ્નાન કરાવ્યા બાદ નીજ મંદિરમાં પરત લાવવામાં આવે છે. દર વર્ષે પોલીસ કમિશ્નરના હસ્તે મહા અભિષેક કરવામાં આવતો હોય. આ વર્ષે નવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના હસ્તે આ અભિષેક વિધિ કરવામાં આવશે. આ જળયાત્રા અને અભિષેક વિધિમાં ભક્તજનોને જોડાવા જગન્નાથ મંદિરના મહંત શ્રી ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજી ની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE