ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા જગન્નાથ રથયાત્રાની તડામાર તૈયારી

7 જુલાઈ રવિવારના સાંજે 5 ના ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાની સાથે નગરચર્યાએ નીકળશે

આ વર્ષે 7 જુલાઈ એ રવિવારના દિવસે અષાઢી બીજ આવે છે. ઇસ્કોન મંદિર દ્વારા વર્ષ 2003 થી દર વર્ષે ભગવાનશ્રી જગન્નાથ, બળદેવ, સુભદ્રાને નગરચર્યાએ નીકાળવામાં આવે છે અને શહેર ભરમાં રથયાત્રા કાઢવામાં આવે છે. આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે આ વર્ષે 7 જુલાઈના રવિવાર ના દિવસે ખૂબજ ઉત્સાહ અને ઉલ્લાસથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા સાંજે 5 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતેથી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે. કે ચોક પરથી પસાર થઇ પુષ્કરધામ રોડ પરથી કાલાવડ રોડમા એજી ચોક પર આવશે અને ત્યાંથી કાલાવડ રોડ પર કટારીયા સર્કલ થઇને ઇસ્કોન મંદિરએ પરત ફરશે. આ રથયાત્રાની તૈયારી અત્યારથી જ શરુ થઇ ગઈ છે. તૈયારીના ભાગ રૂપે રથનું સમારકામ કરવા માટે કેરેલાથી કારીગરો આવી ગયેલ છે જેઓ રથનું સમારકામ રથયાત્રા ના 1 અઠવાડિયા પહેલા કરી દેશે. તદુપરાંત રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગોમા પ્રસાદ વિતરણ કરવા માટે આશરે 5000 કિલો બુંદીનું વિતરણ કરવામાં આવશે અને રથયાત્રાના દિવસે ઇસ્કોન મંદિરે દર્શન કરવા આવતા દરેક દર્શનાર્થી માટે ભંડારા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે જે સાંજે 7:30 વાગે થી શરુ થશે. રાત્રે 8 વાગે રથયાત્રાના સમાપન બાદ સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE