પીએમ તરીકે મોદીની ફરી ચૂંટણીનો પાકિસ્તાનને ડર, શાંતિની વાત શરૂ

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા બલોચે ભારતને જણાવ્યું હતું કે, “અમે આશા રાખીએ છીએ કે ભારત શાંતિ જાળવી રાખશે અને બંને દેશોના લોકોના ફાયદાને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી ચાલતા વિવાદોને ઉકેલવા માટે પગલાં લેશે.”

Global Conversations ST. PAUL: India and Pakistan – Global Minnesota
દેશમાં સતત ત્રીજી વખત ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન એનડીએની જીત સાથે જ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જે બાદ પાકિસ્તાન તરફથી એક કોમેન્ટ આવી છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ ચૂંટાયા બાદ પાકિસ્તાન હવે શાંતિની વાત કરી રહ્યું છે.

પાકિસ્તાને શુક્રવારે કહ્યું કે તે ભારત સહિત તમામ પાડોશી દેશો સાથે શાંતિ વાર્તા ઈચ્છે છે. આ સાથે જ તે સહયોગાત્મક સંબંધો રાખવા માંગે છે અને શાંતિથી વાતચીતની મદદથી તમામ પ્રકારના વિવાદોને ઉકેલવા માંગે છે.

પાકિસ્તાને શું કરી કોમેન્ટ

એક મીડિયા બ્રીફિંગને સંબોધિત કરતા પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે પાકિસ્તાન હંમેશાથી ભારત સહિત પોતાના તમામ પાડોશીઓ સાથે સહયોગાત્મક સંબંધો અને શાંતિ જાળવી રાખવા માંગે છે. તેમણે કહ્યું કે, “પાકિસ્તાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓના સમાધાન માટે સતત વાતચીત અને શાંતિની માંગ કરે છે, જેમાં જમ્મુ-કાશ્મીર જેવા મુખ્ય વિવાદનો પણ સમાવેશ થાય છે.”

સંબંધોમાં તણાવ હતો

ભારત સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો August 5, 2019 . સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપતી કલમ ૩૭૦ ની કેટલીક જોગવાઈઓ રદ કરી હતી. જે બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો હતો. કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારત સાથે પોતાના સંબંધોને ડાઉનગ્રેડ કર્યા હતા.

પાકે આતંકવાદનો રસ્તો છોડવો જોઈએ

જો કે ભારત સતત શાંતિની વાતો કરતું રહ્યું છે. માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ ભારત પોતાના તમામ પાડોશી દેશો સાથે શાંતિ અને વાતચીત જાળવી રાખવા માંગે છે. પરંતુ સાથે જ પાકિસ્તાનની વાત કરવામાં આવે તો ભારત પણ કહેતું આવ્યું છે કે પાકિસ્તાન સાથે શાંતિ સંબંધો ત્યારે જ સ્થાપિત થઇ શકે છે જ્યારે પાકિસ્તાન પોતાની બિનપાક હરકતોથી આતંકવાદ અને ડિસિસ્ટનો રસ્તો છોડે.

શાંતિ જાળવવા માટેનો સંદેશ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બલોચે ભારત સાથે શાંતિ જાળવી રાખવા અંગે કહ્યું, “પાકિસ્તાન શાંતિમાં માને છે. તેમણે કહ્યું કે, “અમને આશા છે કે ભારત બંને દેશોના લોકોના ફાયદાને ધ્યાનમાં રાખીને શાંતિ જાળવવા અને સંવાદને આગળ વધારવા અને લાંબા સમયથી ચાલતા વિવાદોના નિરાકરણ માટે પગલાં લેશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE