આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ ધડાકાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો..આ દુર્ઘટનામાં 21 શ્રમિકોના મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ..જ્યારે અનેકની હાલત ગંભીર જણાવાઈ છે..રાજ્યના ગૃહમંત્રી વંગાલપુડી અનીતાએ 21 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે..વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝેલા 8 થી વધુ લોકો સ્થાનિક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમો કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામ કરી..
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વ્યક્ત કર્યું દુઃખ
મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા ‘X’ પર પોસ્ટ કરી કે, “કાકીનાડામાં ફટાકડા યુનિટમાં થયેલો વિસ્ફોટ અત્યંત વિચલિત કરનારો છે.” તેમણે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવા આદેશ આપ્યો છે.
ધડાકા સમયે 20 થી વધુ લોકો હતા હાજર
સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, જ્યારે ફેક્ટરીમાં ધડાકો થયો ત્યારે અંદર 20 થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ફેક્ટરીની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
Post Views: 0











