દક્ષિણ આફ્રિકા સામે સુપર 8 મેચમાં ભારતની હાર. કેપ્ટન સૂર્યકુમાર યાદવે કારણ સમજાવ્યું.

T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટપણે કહ્યું કે ટીમ પાવરપ્લેમાં મેચ હારી ગઈ. માર્કો જાનસેન અને કેશવ મહારાજની ઘાતક બોલિંગને કારણે દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું.રવિવારની મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી  20 ઓવરમાં સાત વિકેટે 187 રન બનાવ્યા. ભારતીય ટીમ 18.5 ઓવરમાં ફક્ત 111 રન જ બનાવી શકી.. જેમાં ટીમ માટે ફક્ત શિવમ દુબેએ સૌથી વધુ 42 રન બનાવ્યા.

હારનુ કારણ 

ભારતીય કેપ્ટને કારમી હાર વિશે વાત કરી. તેમણે કહ્યું, “મને લાગે છે કે અમે પાવરપ્લેમાં મેચ હારી ગયા.180-185 રનના લક્ષ્યનો પીછો કરતા તમે પાવરપ્લેમાં મેચ જીતી શકતા નથી.. પરંતુ તમે ચોક્કસપણે હારી શકો છો.”અમે પ્રથમ છ ઓવરમાં ઘણી વિકેટ ગુમાવી દીધી અને ત્યારબાદ જરૂરી નાની ભાગીદારી બનાવી શક્યા નહીં. બોલરોએ અમને શાનદાર શરૂઆત આપી.. પરંતુ અમે પાવરપ્લેનો લાભ લઈ શક્યા નહીં. તે મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો.

188 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત નબળી રહી. ઓપનર ઇશાન કિશન ખાતું ખોલ્યા વિના પહેલી ઓવરમાં એડન માર્કરામના બોલ પર આઉટ થયો.ત્યારબાદ માર્કો જાન્સેને તિલક વર્માને આઉટ કર્યો, જે ફક્ત એક રન બનાવી શક્યો. ચાહકોને આશા હતી કે અભિષેક શર્મા સુપર 8 મેચમાં ચમકશે..પરંતુ તેણે ફરી એકવાર નિરાશાજનક પ્રદર્શન કર્યું. સતત ત્રણ મેચમાં શૂન્ય પર આઉટ થયેલા અભિષેક આઉટ થયા પહેલા ફક્ત 15 રન બનાવી શક્યો..શિવમ દુબેએ ઇનિંગને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો..પરંતુ તે 42 રન બનાવીને આઉટ થયો..જે ઇનિંગની નવમી વિકેટ હતી.રિંકુ સિંહ પણ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો.દક્ષિણ આફ્રિકા માટે જાનસેનએ ચાર અને મહારાજે ત્રણ વિકેટ લીધી જ્યારે કોર્બિન બોશ અને એડન માર્કરામે અનુક્રમે બે અને એક વિકેટ લીધી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE