પાકિસ્તાને રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કરવાનો દાવો કર્યો હતો..સરકારના જણાવ્યા અનુસાર આ એક ગુપ્ત માહિતી આધારિત પસંદગીયુક્ત કાર્યવાહી હતી..જેમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) અને તેના સંલગ્ન જૂથોના સાત ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરારએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે સરહદી વિસ્તારમાં ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા જૂથના ઠેકાણાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો..અફઘાનિસ્તાનના કયા ભાગમાં આ હુમલા થયા તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી..કાબુલ તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
અફઘાનિસ્તાનના પક્તિકામાં મદરેસા પર હુમલો અનેક જિલ્લાઓમાં હવાઈ હુમલા
પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં એક ધાર્મિક મદરેસ પર હવાઈ હુમલો કર્યાના અહેવાલ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર લડાકુ વિમાનોએ બર્મલ તેમજ નંગરહાર પ્રાંતના ખોગયાની જિલ્લામાં અનેક સ્થળોને નિશાન બનાવ્યા હતા.અહેવાલમાં જણાવાયું છે કે,,પક્તિકાના બારમાલ અને અર્ગુન જિલ્લાઓ અને નંગરહારના ખોગયાની, બહસુદ અને ઘાની ખેલ જિલ્લામાં અત્યાર સુધીમાં અનેક હવાઈ હુમલા કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે પાકિસ્તાનમાં તાજેતરમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. એક આત્મઘાતી હુમલાખોરે બાજૌર જિલ્લામાં એક સુરક્ષા ચોકીને નિશાન બનાવી હતી. જેમાં 11 સૈનિકો અને એક બાળકનું મોત થયું હતું.બન્નુ જિલ્લામાં બીજા એક આત્મઘાતી હુમલામાં પણ બે સૈનિકો માર્યા ગયા હતા.પાકિસ્તાની સૈન્યએ અગાઉ ચેતવણી આપી હતી કે,, તે જવાબદારો સામે કાર્યવાહી કરશે. પછી ભલે તે સ્થાન ગમે તે હોય.આ નિવેદન ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચે વધતા તણાવનો સંકેત આપે છે.
અફઘાન ભૂમિ પરથી કાવતરાના આરોપો
તરારનો દાવો હતો કે, આ મહિને ઇસ્લામાબાદમાં શિયા મસ્જિદ પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ સહિત તાજેતરના હુમલાઓ અફઘાનિસ્તાનમાં સ્થિત નેતૃત્વના ઈશારે કરવામાં આવ્યા હતા.પાકિસ્તાનનો આરોપ છે કે TTP અફઘાન પ્રદેશથી કાર્ય કરે છે..જોકે કાબુલ અને TTP બંનેએ આ આરોપોને નકારી કાઢ્યા છે.
સરહદી તણાવમાં વધારો
2021માં અફઘાન તાલિબાન સત્તામાં આવ્યા પછી બંને દેશો વચ્ચે તણાવ ચાલુ છે.ઓક્ટોબરમાં સરહદી અથડામણમાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા.કતાર દ્વારા મધ્યસ્થી કરાયેલો યુદ્ધવિરામ જળવાઈ રહ્યો છે. પરંતુ હજુ સુધી કાયમી કરાર થયો નથી.
Post Views: 0











