ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં મધમાખીઓના ટોળાએ ક્રિકેટ મેચ પર હુમલો કર્યો..જેમાં 65 વર્ષીય અમ્પાયર માનિક ગુપ્તાનું મોત થયું જયારે 15 થી 20 ખેલાડીઓ ઘાયલ થયા હતા..આ ઘટના બુધવારે સાંજે શુક્લાગંજ વિસ્તારના સપ્ર્યુ ગ્રાઉન્ડમાં બની.
કાનપુરના રહેવાસી માનિક ગુપ્તા મેચ અમ્પાયર કરી રહ્યા હતા ત્યારે મધમાખીઓના ટોળાએ અચાનક મેદાનમાં ખેલાડીઓ અને અધિકારીઓ પર હુમલો કર્યો.આ હુમલાથી મેદાનમાં ગભરાટ ફેલાયો હતો.ખેલાડીઓ અને દર્શકો જીવ બચાવવા માટે દોડી રહ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મધમાખીના ડંખથી માણિક ગુપ્તા ગંભીર રીતે ઘાયલ થયા અને બેભાન થઈ ગયા હતા..શુક્લાગંજની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.પરંતુ તેમની હાલત વધુ ખરાબ થતાં તેમને કાનપુરની લાલા લજપત રાય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.. ત્યાંના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસે જણાવ્યું હતું કે અન્ય એક અમ્પાયર અને લગભગ 15-20 ખેલાડીઓને પણ મધમાખીઓએ ડંખ માર્યો હતો અને તેમની સારવાર કરવામાં આવી હતી.
કાનપુર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ એસ.એન.સિંહે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું, “ઉન્નાવમાં ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીઓના હુમલાથી અમ્પાયર માણિક ગુપ્તાનું મૃત્યુ થયું..જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા..ત્યારે મધમાખીઓ તેમના ચહેરા અને શરીર પર ચોંટી ગઈ હતી..જે હુમલાની ગંભીરતા દર્શાવે છે.” તેમણે ઉમેર્યું, “દુઃખની આ ઘડીમાં એસોસિએશન શોકગ્રસ્ત પરિવાર સાથે મજબૂત રીતે ઉભું છે અને મૃતકના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરે છે.”
તપાસ અને સુરક્ષા પ્રશ્નો
ઘટના બાદ, સ્થાનિક વહીવટીતંત્રે તપાસ શરૂ કરી છે..મેદાનની આસપાસ મધમાખીનો પોળા હોવાની શક્યતા શંકાસ્પદ છે. આ દુ:ખદ ઘટનાએ રમતગમતના કાર્યક્રમોમાં સુરક્ષા અને કટોકટીની તૈયારીઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
Post Views: 0











