ટંકારાના વિરપર ગામે તળાવમાં બે યુવાન ગરકાવ થતા બંન્નેનાં મોત

ટંકારા તાલુકાના વિરપર ગામે રવિવારે વહેલી સવારે બે લોકો તળાવમાં ડૂબી જતા, બન્નેનાં મૃત્યુ નિપજ્યા હતા. તળાવના સામા કાંઠે રિક્ષા લેવા જઈ રહ્યાં હતાં તે દરમિયાન કોઝવેમાં પગ લપસી જવાથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સરપંચ મહેશભાઈ લિખિયા એ તાત્કાલિક તંત્રનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી અને બન્નેના મૃતદેહ શોધી કાઢ્યા હતા. જાણવા મળતી માહિતી પ્રમાણે આજે રવિવારે વહેલી સવારે ટંકારા તાલુકાના વીરપર ગામના તળાવના સામાકાંઠે પડેલી રીક્ષા લેવા જતા સમયે કોઝવેમાં પગ લપસી જતા પ્રવિણભાઈ નરસીભાઈ સાણંદિયા અને પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સાણંદિયા તળાવમાં ગરક થયા હતા.

ઘટનાની જાણ ગામના સરપંચ મહેશભાઈ લિખિયા ને થતા તાત્કાલીક ટંકારા પોલીસ અને ડિઝાસ્ટર ને જાણ કરી મોરબી ફાયર બ્રિગેડને બોલાવતા ફાયર બ્રિગેડની ટીમોએ શોધખોળ શરૂૂ કરતાં પ્રથમ પ્રવિણભાઈ નરસીભાઈ સાણંદિયા (ઉ.વ. 45)ની લાશ મળી આવી હતી અને બાદમાં પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ નાના એવા ગામમાં એક સાથે બબ્બે લોકોના તળાવમાં ડૂબી જતા મૃત્યુ નિપજતા વીરપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE