ભાડલાના કનેશરા ગામે પરિણીતા સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવાન ઉપર આઠ શખ્સોનો હુમલો

ભાડલાના કનેશરા ગામ પાસે ઢોર ચરાવવા ગયેલા યુવકને અન્ય માલધારી સાથેની વાતચીતમાં પરણીતા સાથેના પ્રેમ સંબંધનો ભાંડો ફુટતા મહિલાના પતિ સહિત આઠ શખ્સોએ ભરવાડ યુવાન પર હુમલો કર્યો હોય જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાડલાના કનેશરા ગામના રહેવાસી અને પશુપાલનનો વ્યવસાય કરતાં વિપુલ રૂડાભાઈ મેવાડા (ઉ.27) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના કનેશરા ગામના ગોવિંદ નથુ સોરીયા, પ્રવિણ નથુ સોરીયા, વિરમ જિલ્લાભાઈ સોરીયા, હરેશ ભીખાભાઈ સોરીયા, ભુપત રૂખડભાઈ સોરીયા, ગોપાલ ભવાનભાઈ સોરીયા, રવિ જિલ્લાભાઈ સોરીયા અને નવઘણ જિલ્લાભાઈ સોરીયાનું નામ આપ્યું છે.

ફરિયાદમાં વિપુલે જણાવ્યા મુજબ પશુપાલનનો વ્યવસાય કરતો હોય તેને ગોવિંદ નથુ સોરીયાએ બેસવા બોલાવ્યો હતો અને તે કનેશસરાથી હલેન્ડા ગામ તરફ મણીના ચડાહ પાસે ગયો ત્યારે ગોવિંદ અને તેની સાથેના પ્રવિણ સહિતના શખ્સો ત્યાં હોય ઢોર ચરાવવા બાબતે થતી વાતચીતમાં વિપુલને ગોવિંદ સોરીયાની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનો ભાંડો ફુટતાં માથાકુટ થઈ હતી અને ગોવિંદ સહિતના આઠ શખ્સોએ વિપુલ મેવાડા ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા વિપુલને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. ભાડલા પોલીસમાં વિપુલે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગોવિંદ સહિતનાં શખ્સોની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE