વડાપ્રધાન મોદી 10 ઓગસ્ટે કેરળના વાયનાડ જશે. તે હવાઇ યાક્રા દ્વારા સર્વે કરશે અને સ્થિતિની સમીક્ષા કરશે. મહત્ત્વપૂર્ણ છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ 400થી વધુ લોકોના મોત થયા છે.
વાયનાડમાં ભૂસ્ખલનમાં 400થી વધુ લોકોના મોત
કેરળના વાયનાડમાં 29 જુલાઇની મોડી રાત્રે ભૂસ્ખલનમાં મૃતકોની સંખ્યા 413 પહોંચી ગઇ છે. દૂર્ઘટનામાં ગાયબ લોકોને શોધવાનું કામ હજુ પણ ચાલુ જ છે. લેન્ડસ્લાઇડ પ્રભાવિત વિસ્તારને 6 ઝોનમાં વહેંચીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે પીડિતોને મળવા માટે વાયનાડ પહોંચી શકે છે, તેમના પ્રવાસ પહેલાના વિસ્તારોને કોર્ડન ઓફ કરવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. પીએમના પ્રવાસ બાદ વાયનાડ ભૂસ્ખલનને લેવલ-3 આફત જાહેર કરવા પર નિર્ણય થઇ શકે છે.
આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 1 ઓગસ્ટે વાયનાડ પહોંચ્યા હતા. જ્યાં તેમને 2 દિવસ સુધી પીડિતો સાથે મુલાકાત કરી હતી. સાથે જ વાયનાડ ભૂસ્ખલનનો મુદ્દો દિલ્હીમાં ઉઠાવવાની વાત કરી હતી. કોંગ્રેસે કહ્યું- ભૂસ્ખલનમાં કેન્દ્રીય સહાયતા વધારવી જોઇએ. રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પાર્ટી અહીં 100થી વધુ ઘર બનાવશે.
વાયનાડમાં 29-30 જુલાઇએ મોડી રાત્રે મુંડક્કઇ, ચૂરલમાલા, અટ્ટામાલા અને નૂલપૂઝા ગામમાં લેન્ડસ્લાઇડ થઇ હતી જેમાં ઘર, પુલ અને રસ્તા અને ગાડીઓ વહી ગઇ હતી.











