લ્યો બોલો.. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં જતા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને પણ અટકાવી દેવાયા !?

ઘણા ડોકટર અને નર્સિંગ સ્ટાફને હજુ પાસ ન અપાયા હોવાથી બખેડો થઈ ગયો : ઇમરજન્સી રૂમ બહાર જમાવડો થયો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોકટર અને કર્મચારી વચ્ચે ઝપાઝપી થયા બાદ સિક્યુરિટી વધારી દેવાઈ છે. નિવૃત ફૌજીઓની સિક્યુરિટી ગાર્ડ તરીકે ભરતી થઈ છે. ઇમરજન્સી વિભાગ સહિત તમામ વોર્ડ બહાર ગાર્ડસ મૂકી દેવાયા છે. કોઈને પણ આઈકાર્ડ કે પાસ વગર નો એન્ટ્રી કરી દેવાઈ છે. જોકે આ વ્યવસ્થા થતા એક અવ્યવસ્થા પણ ઉભી થઇ છે. ઇમરજન્સી રૂમ બહાર શિફ્ટ ચેન્જ થઈ ત્યારે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફનો જમાવડો થઈ ગયો હતો. ગાર્ડ દ્વારા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં જતા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને પણ અટકાવી દેવાયા હતા. કારણ કે આ લોકો પાસે આઈ કાર્ડ કે પાસ નહોતા. નિયમ મુજબ કોઈને પણ પાસ વગર જવા દેવાના નથી તેવી કડક સૂચના છે. જેથી આ અવ્યવસ્થા સર્જાઈ હતી. સ્ટાફ માંથી લોકોએ જણાવ્યું હતું કે, કેટલાક સિસ્ટર અને બ્રધર 3 વર્ષથી કર્મચારી છે પણ તેઓને આઈ કાર્ડ અપાયું નથી. આ બનાવથી સવારમાં જ ઇમરજન્સી રૂમ બહાર લોકો એકત્ર થઈ ગયા હતા. ડોકટરોએ તેમના સિનિયરને ફોન કર્યા હતા પણ વહેલી સવારમાં ફોન સ્વીચ ઓફ આવતા હતા. ત્યાર બાદ ફરજ પર આગલી શિફ્ટમાં જે આઈ કાર્ડ સાથેના ડોક્ટરો હતા તેની મધ્યસ્થી પછી સ્ટાફને એન્ટ્રી અપાઈ હતી.

નર્મદા મૈયા બ્રિજ પરથી પોતાની જાતે નદીમાં યુવાન કૂદી પડ્યો હતો : પોલીસે ઉલટતપાસ કરતાં ઈસમે સાચી હકીકત જણાવી

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE