છોટાઉદેપુર જિલ્લાના વ્યસ્ત વેપારી મથક ગણાતા બોડેલીના હાર્દ સમાન મનીષ માર્કેટ વિસ્તારમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.માર્કેટના મુખ્ય માર્ગની બિલકુલ વચ્ચે ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી અકસ્માતનો ભય ઊભો થયો હતો. આ વિસ્તારમાં રોજબરોજ નાની-મોટી ગાડીઓ તેમજ મોટી સંખ્યામાં રાહદારીઓની અવરજવર રહેતી હોવાથી ખુલ્લી ગટર કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી હતી.
આ પણ વાંચો…
સ્થાનિક વેપારીઓ અને લોકોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી.દરમિયાન એક અજાણ્યા આઈસર ટ્રકનું વાહન આ ખુલ્લી ગટરમાં ફસાતાં બચી ગયું હતું.ત્યારબાદ ટ્રકના ક્લીનરે પોતાની સામાજિક જવાબદારી નિભાવી પ્રશંસનીય કામગીરી કરી હતી.
કોઈ વાહનચાલક અથવા રાહદારી અજાણતા આ ‘ભુવા’માં ખાબકે નહીં અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી ક્લીનરે જાતે રસ્તા પર ઉતરી ગટરની આસપાસ ઈંટો ગોઠવી સુરક્ષાત્મક આડ તૈયાર કરી હતી.સ્થાનિકોમાં હાલ તંત્ર સામે રોષની લાગણી વ્યાપી છે અને તાત્કાલિક ગટરનું ઢાંકણું મૂકીને કાયમી સમારકામ કરવાની માંગ ઉઠી રહી છે.
રીપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર
Post Views: 0











