બંગાળમાં BJPના પ્રથમ CM બન્યા શુભેન્દુ અધિકારી, 5 મંત્રીઓએ પણ લીધા શપથ; PM મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર

ભારતીય જનતા પાર્ટીના નેતા શુભેન્દુ અધિકારીએ શનિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પદ પર પહોંચનારા તેઓ ભાજપના પ્રથમ નેતા છે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. રાજભવન ખાતે આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ નિતિન નવીન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

શુભેન્દુ સાથે 5 મંત્રીઓએ લીધા શપથ

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની સાથે ભાજપના 5 નેતાઓએ મંત્રીપદના શપથ લીધા હતા. જેમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનીયા, ખુદીરામ ટુડુ અને નિશીથ પ્રામાણિકનો સમાવેશ થાય છે. ભાજપે મંત્રીઓની પસંદગીમાં સામાજિક સમીકરણોનું ખાસ ધ્યાન રાખ્યું છે અને કેબિનેટમાં વિવિધ સમુદાયોને પ્રતિનિધિત્વ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા 207 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે 15 વર્ષથી સત્તામાં રહેલી તૃણમૂલ કોંગ્રેસને માત્ર 80 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

શપથ સમારોહમાં સામેલ થયેલા દિગ્ગજો

શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ પ્રસંગે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્ય મહેમાનોની યાદી નીચે મુજબ છે:

મહેમાનનું નામ

પદ

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન

અમિત શાહ

ગૃહમંત્રી

રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી

યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રી, ઉત્તર પ્રદેશ

ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી, ગુજરાત

સમ્રાટ ચૌધરી

મુખ્યમંત્રી, બિહાર

દેવેન્દ્ર ફડણવીસ

મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર

મોહન યાદવ

મુખ્યમંત્રી, મધ્ય પ્રદેશ

રેખા ગુપ્તા

મુખ્યમંત્રી, દિલ્હી

ભજન લાલ શર્મા

મુખ્યમંત્રી, રાજસ્થાન

પુષ્કર સિંહ ધામી

મુખ્યમંત્રી, ઉત્તરાખંડ

હિમંતા બિસ્વા સરમા

મુખ્યમંત્રી, આસામ

મોહન ચરણ માઝી

મુખ્યમંત્રી, ઓડિશા

વિષ્ણુ દેવ સાય

મુખ્યમંત્રી, છત્તીસગઢ

એન. ચંદ્રબાબુ નાયડુ

મુખ્યમંત્રી, આંધ્ર પ્રદેશ

પેમા ખાંડુ

મુખ્યમંત્રી, અરુણાચલ પ્રદેશ

પ્રમોદ સાવંત

મુખ્યમંત્રી, ગોવા

નાયબ સિંહ સૈની

મુખ્યમંત્રી, હરિયાણા

નેફિયૂ રિયો

મુખ્યમંત્રી, નાગાલેન્ડ

પ્રેમ સિંહ તમાંગ

મુખ્યમંત્રી, સિક્કિમ

કોનરાડ સંગમા

મુખ્યમંત્રી, મેઘાલય

ચિરાગ પાસવાન

કેન્દ્રીય મંત્રી

જયંત ચૌધરી

કેન્દ્રીય મંત્રી

સ્મૃતિ ઈરાની

પૂર્વ કેન્દ્રીય મંત્રી

બ્રજેશ પાઠક

ડેપ્યુટી સીએમ, ઉત્તર પ્રદેશ

કેશવ પ્રસાદ મૌર્ય

ડેપ્યુટી સીએમ, ઉત્તર પ્રદેશ

ભવાનીપુર અને નંદીગ્રામમાં મોટી જીત

શુભેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં ભવાનીપુર અને નંદીગ્રામ, બંને મહત્વપૂર્ણ બેઠકો પર જીત મેળવી હતી. ચૂંટણી પંચના આંકડા મુજબ, ભવાનીપુર બેઠક પર તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને 15,105 મતોથી હરાવ્યા હતા. નંદીગ્રામ બેઠક પર પણ તેમણે વિજય મેળવતા કુલ 1,27,301 મતો મેળવ્યા હતા.

રેકોર્ડ મતદાનથી બદલાયો ઇતિહાસ

પશ્ચિમ બંગાળમાં આ વખતે આઝાદી પછીનું સૌથી વધુ રેકોર્ડબ્રેક મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 93.19% અને બીજા તબક્કામાં 91.66% મતદાન નોંધાયું હતું. બંને તબક્કાનું સરેરાશ મતદાન 92.47% રહ્યું હતું. રાજકીય વિશ્લેષકોના મતે, આ ભારે મતદાન અને પરિણામોએ પશ્ચિમ બંગાળના રાજકારણનું ચિત્ર બદલી નાખ્યું છે. જનતાએ લાંબા સમયથી સત્તામાં રહેલી મમતા બેનર્જી સરકારને હટાવવાનો નિર્ણય લીધો અને ભાજપે રાજ્યમાં પ્રથમ વખત સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી લીધી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE