2 ફિલ્મ કરીને પોતાને સુપરસ્ટાર ન સમજો’, અમીષા પટેલે નવી અભિનેત્રીઓ પર સાધ્યું નિશાન; PR ગેમનો કર્યો પર્દાફાશ

‘ગદર ગર્લ’ અમીષા પટેલ ફરી એકવાર ચર્ચામાં છે. અને તે પણ કોઈ નવી ફિલ્મને કારણે નહીં પરંતુ તેના નિવેદનને કારણે. તાજેતરમાં અમીષાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી છે.જેમાં તેણે નવી અભિનેત્રીઓ અને બોલિવૂડની ફેક PR ગેમ પર આકરા પ્રહારો કર્યા છે. શનિવારે વહેલી સવારે શેર કરેલી આ પોસ્ટમાં અમીષાએ એવી અભિનેત્રીઓને નિશાને લીધી છે જેઓ ઇન્ડસ્ટ્રીમાં હજુ નવી હોવા છતાં પોતાને ‘સુપરસ્ટાર’ અને ‘નંબર 1’ કહેવડાવવાનું પસંદ કરે છે.

ફેક PR પર અમીષાનો કટાક્ષ

‘કહો ના પ્યાર હૈ’ અને ‘ગદર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂકેલી અમીષા પટેલે બોલિવૂડની સચ્ચાઈ જણાવતા લખ્યું કે, કેવી રીતે કલાકારો PR (પબ્લિક રિલેશન્સ) દ્વારા નંબર 1 નો ટેગ મેળવી રહ્યા છે. અમીષાએ લખ્યું:

“પોતાને સુપરસ્ટાર ત્યારે જ કહો જ્યારે તમે એવું કંઈક કામ કર્યું હોય જેણે ઈતિહાસ રચ્યો હોય અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હોય. ત્યાં સુધી પોતાને સુપરસ્ટાર સાબિત કરવા માટે PR ગેમ રમવાનું બંધ કરો. માફ કરજો, પણ આ જ કડવી સચ્ચાઈ છે.”

નવી એક્ટ્રેસીસ પર નિશાન અને પોતાની સફળતાનો ગર્વ

પોતાની અન્ય એક પોસ્ટમાં અમીષાએ લખ્યું કે, “આ 2026 છે, 2000 નથી. આજના સમયમાં કોઈ ફિલ્મ 100 કરોડ રૂપિયા કમાય તે બહુ મોટી વાત નથી. અત્યારે ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેની એક પણ ફિલ્મ 200 કરોડનો આંકડો પાર કરી શકી નથી..છતાં તેઓ પોતાની PR ટીમને પૈસા આપીને પોતાને નંબર 1 કે નંબર 2 નો ટેગ અપાવી રહી છે.”

તેણે પોતાની સિદ્ધિઓ ગણાવતા કહ્યું:

  • કહો ના પ્યાર હૈ, ગદર અને ગદર 2… હું એક નહીં પણ ત્રણ મોટી સોલો બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂકી છું.

  • આ ફિલ્મોમાં સૌથી વધુ ‘ફૂટફોલ્સ’ (પ્રેક્ષકોની સંખ્યા) રહ્યા છે.

  • મારા કો-સ્ટાર્સ માટે પણ આ ફિલ્મો તેમની કારકિર્દીની સૌથી મોટી હિટ સાબિત થઈ છે.

  • જોકે, આ બધાની સામે મારી PR મશીનરી ઘણી નબળી છે.

‘ગદર 3’ તરફ ઈશારો

અમીષાએ આ સાથે જ ગદર 3′ અંગે પણ સંકેત આપ્યો છે…તેણે લખ્યું કે, “જ્યારે ગદર 3 સિનેમાઘરોમાં રિલીઝ થશે ત્યારે હંગામો મચી જશે. ભગવાનની કૃપાથી આ ફ્રેન્ચાઇઝી માટે 500 કરોડ તો સામાન્ય વાત છે. આ વખતે ફિલ્મનું સ્કેલ અને સ્ક્રિપ્ટ વધુ ધમાકેદાર હશે.”

ઉલ્લેખનીય છે કે, અમીષા પટેલ છેલ્લે 2023માં ગદર 2′ માં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

ગદર અને ગદર 2 નો ઈતિહાસ

  • ગદર 2 (2023): સની દેઓલ અને અમીષા પટેલની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું.

  • ગદર: એક પ્રેમ કથા (2001): આ ફિલ્મે તે જમાનામાં 76 કરોડ જેવી જંગી કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE