પંજાબમાં મંત્રી સંજીવ અરોરાના ઘરે EDના દરોડા, CM માનના BJP પર પ્રહારો

પંજાબમાં કેબિનેટ મંત્રી સંજીવ અરોરાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ચંદીગઢ સ્થિત તેમના નિવાસસ્થાને ED (અમલીકરણ નિદેશાલય) એ દરોડા પાડ્યા છે.આ દરોડાને લઈને મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ પર નિશાન સાધ્યું છે. CMએ કહ્યું કે, પંજાબ ED-BJPના આ ખોટા ગઠબંધનને ખતમ કરી દેશે.

PMLA હેઠળ કાર્યવાહી EDએ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA), 2002 હેઠળ સંજીવ અરોરા અને તેમના સહયોગીઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ વિરુદ્ધ 4 પરિસરો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કાર્યવાહી ચંદીગઢ અને દિલ્હી-NCR વિસ્તારમાં કરવામાં આવી રહી છે. જે સ્થળોએ તપાસ ચાલી રહી છે. તેમાં મંત્રી તરીકે સંજીવ અરોરાને ફાળવવામાં આવેલ સત્તાવાર નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો…

પશ્ચિમ બંગાળના નવા સીએમ શુભેન્દુ અધિકારી પાસે નથી કાર, ન ઘરમાં સોનું! સંપત્તિમાં માત્ર ₹12 હજાર રોકડા

સીએમ માનની પ્રતિક્રિયા આ મામલે સીએમ માને જણાવ્યું હતું કે, “આજે ફરી BJP-ED સંજીવ અરોરાના ઘરે આવી છે.એક વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે BJP-ED તેમના ઘરે આવી છે અને એક મહિનામાં બીજી વાર. તેમ છતાં તેમને કંઈ મળ્યું નથી. હું મોદીજીને કહેવા માંગુ છું કે પંજાબ ગુરુઓની ધરતી છે, તેને ઔરંગઝેબ પણ નમાવી શક્યો નહોતો. આ ભગતસિંહની ધરતી છે જે ક્યારેય અંગ્રેજો સામે ઝૂક્યા નથી.તેથી પંજાબ પણ મોદીની ચાલબાજીઓ સામે ક્યારેય નમશે નહીં. પંજાબ ED-BJPના આ ખોટા ગઠબંધનને ખતમ કરી દેશે.”

‘બધા પકડાશે’: વિક્રમ સિંહ મજીઠિયા

આ મામલે શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ ટ્વિટ કરીને લખ્યું કે “બધા પકડાશે”. તેમણે ઉમેર્યું કે EDની ટીમ લગભગ 20 વાહનો સાથે સેક્ટર 2 સ્થિત ઉર્જા મંત્રી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમજ “મની એક્સચેન્જર” સંજીવ અરોરાના નિવાસસ્થાને દરોડા પાડવા પહોંચી હતી. આ અભિયાન દરમિયાન EDની ટીમ સાથે CISF અને CRPFના જવાનો પણ તૈનાત હતા.

મજીઠિયાએ વધુમાં લખ્યું કે, છેલ્લા 48 કલાકથી પંજાબભરમાં ચાલી રહેલા EDના દરોડા રાત્રે અંદાજે 12:30 વાગ્યે સમાપ્ત થયા, ટીમો મોડી રાત્રે વેસ્ટર્ન ટાવરથી રવાના થઈ હતી.”કરન્સી રેઈન” (ચલણનો વરસાદ) પછી હવે “કરન્સી એક્સચેન્જર”નો મામલો સામે આવ્યો છે – EDના દરોડાથી ખબર પડશે કે પંજાબના પૈસા ક્યાં ગયા છે.

Leave a Comment

READ MORE

READ MORE