ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત દર મહિનાની ત્રયોદશી તિથિએ રાખવામાં આવે છે…જ્યારે આ વ્રત મંગળવારે આવે છે..ત્યારે તેને ‘ભૌમ પ્રદોષ વ્રત‘ કહેવામાં આવે છે…શાસ્ત્રો અનુસાર,આ વ્રત કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે અને મંગળ ગ્રહના અશુભ પ્રભાવો દૂર થાય છે.
પૂજા માટેનો શુભ સમય અને તારીખ
વર્ષ 2026 માં એપ્રિલ મહિનાનું પ્રદોષ વ્રત 28 એપ્રિલ, મંગળવાર ના રોજ રાખવામાં આવશે.
-
ત્રયોદશી તિથિનો પ્રારંભ: 28 એપ્રિલ 2026, સાંજે 06:51 વાગ્યાથી
-
ત્રયોદશી તિથિની સમાપ્તિ: 29 એપ્રિલ 2026, સાંજે 07:51 વાગ્યા સુધી
-
પૂજાનો શુભ મુહૂર્ત (પ્રદોષ કાળ): સાંજે 07:06 થી રાત્રે 09:18 સુધી
નોંધ: પ્રદોષ વ્રતની પૂજા હંમેશા સાંજના સમયે (પ્રદોષ કાળમાં) કરવામાં આવે છે..તેથી 28 એપ્રિલના રોજ જ વ્રત રાખવું શાસ્ત્રોક્ત ગણાશે.
ભૌમ પ્રદોષ વ્રતની પૂજા વિધિ
-
પ્રાતઃકાળ પૂજા: સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો અને શિવ મંદિરમાં જઈ શિવલિંગ પર જળ અને બિલીપત્ર અર્પણ કરો.
-
સાંજની મુખ્ય પૂજા: પ્રદોષ વ્રતની મુખ્ય પૂજા સાંજે કરવામાં આવે છે. સૂર્યાસ્ત પહેલા ફરી એકવાર સ્નાન કરી પવિત્ર થાઓ.
-
દીપ પ્રગટાવો: ભગવાન શિવની મૂર્તિ કે શિવલિંગ સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવો.
-
ભોગ અને સામગ્રી: મહાદેવને દૂધ, દહીં, મધ, સાકર, બિલીપત્ર, ધતૂરો અને મદારના ફૂલ અર્પણ કરો.
-
પાઠ અને મંત્ર: પ્રદોષ વ્રતની કથા વાંચો અથવા સાંભળો. શિવ ચાલીસાના પાઠ કરો અને ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરો.
-
આરતી: સૌથી પહેલા ગણેશજીની અને ત્યારબાદ ભગવાન શિવની આરતી કરી પૂજા સંપન્ન કરો.
વ્રતમાં આહારના નિયમો
આ વ્રત બે રીતે કરી શકાય છે:
-
ફલાહાર: આખો દિવસ માત્ર ફળ અને દૂધનું સેવન કરીને વ્રત કરી શકાય.
-
એકટાણું: દિવસમાં એકવાર સાત્વિક ભોજન લઈને પણ વ્રત રહી શકાય છે.
-
ખાસ ધ્યાન રાખો: ભોજનમાં લસણ,ડુંગળી કે માંસાહારનો પ્રયોગ ન કરવો જોઈએ.
ડિસ્ક્લેમર : આ માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે..વ્યક્તિગત શ્રદ્ધા અને સ્થાનિક પંચાંગ મુજબ તિથિઓમાં આંશિક ફેરફાર હોઈ શકે છે.
Post Views: 31










