રાજકોટમાં પોક્સો પીડિતાના કાકાની હત્યા મામલે પોલીસનું મોટું એક્શન, ફરાર આરોપીઓને ઝડપી પાડવા સ્પેશિયલ સ્કોડ રચાઈ

વિજયસિંહ ગુર્જર દ્વારા પોક્સો અને દુષ્કર્મ કેસ સાથે જોડાયેલા હત્યા પ્રકરણમાં મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ સ્કોડની રચના કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

માહિતી અનુસાર, 20 તારીખના રોજ પડધરી તાલુકાના ખાખડાબેલા ગામ ખાતે 40 વર્ષીય વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મૃતક દુષ્કર્મ અને પોક્સો કેસની પીડિતાના કાકા હોવાનું સામે આવ્યું છે.

આ કેસમાં દુષ્કર્મ અને પોક્સોના આરોપી તરીકે ઓળખાતા મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ સામે હત્યાનો આરોપ લાગ્યો છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓએ વ્યક્તિગત અદાવત અને કેસ સંબંધિત બાબતોને લઈને આ હત્યા અંજામ આપી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાને ગંભીરતાથી લઈ રાજકોટ ગ્રામ્ય પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે અને ટેક્નિકલ સર્વેલન્સ સહિત વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે.

હત્યાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે, જ્યારે પીડિત પરિવાર દ્વારા આરોપીઓને કડક સજા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

Leave a Comment

READ MORE

READ MORE