અદાણી ગ્રુપને મોટી રાહત: અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ ફોજદારી આરોપો રદ, કેસ કાયમ માટે બંધ

અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) દ્વારા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે દાખલ કરવામાં આવેલા તમામ ફોજદારી આરોપોને કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે. ન્યૂયોર્કની કોર્ટમાં થયેલી કાનૂની કાર્યવાહી બાદ આ કેસને “with prejudice” (એટલે કે ભવિષ્યમાં ફરી ક્યારેય આ મુદ્દે નવો કેસ ન ખોલી શકાય તે શરતે) બંધ કરી દેવાયો છે.

અમેરિકન પ્રોસિક્યુટર્સે આ સમગ્ર કેસની ઝીણવટભરી સમીક્ષા કર્યા બાદ સ્વીકાર્યું હતું કે, અદાણી સામેના આરોપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી. આ ઉપરાંત, આ મામલામાં અમેરિકન કાયદાકીય ક્ષેત્રાધિકાર (Jurisdiction) પણ લાગુ પડતો નથી. આથી DOJ એ આ કેસમાં આગળ કોઈ પણ કાર્યવાહી ન કરવાનો આખરી નિર્ણય લીધો છે.

આ પણ વાંચો…

લગ્નની શરણાઈઓ વચ્ચે ચીસ સંભળાઈ: પાલઘર હાઈવે પર જાનૈયા ભરેલી ટ્રકનો કચ્ચરઘાણ, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો”

શું હતો સમગ્ર વિવાદ? (કેસની પૃષ્ઠભૂમિ)

વર્ષ 2024ના અંતમાં અદાણી ગ્રુપ સામે ન્યૂયોર્કની કોર્ટમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે નીચે મુજબના આરોપો હતા:

  • લાંચનો આરોપ: ભારતમાં સોલાર એનર્જીના મોટા પ્રોજેક્ટ્સ મેળવવા માટે અદાણી ગ્રુપ સાથે જોડાયેલા લોકોએ આશરે 265 મિલિયન ડોલરની લાંચ આપવાની યોજના બનાવી હતી.

  • માહિતી છુપાવવાનો આરોપ: આ કથિત લાંચની બાબતો અમેરિકન રોકાણકારો અને લોન આપનારી સંસ્થાઓથી છુપાવવામાં આવી હોવાનો દાવો ફરિયાદીઓએ કર્યો હતો.

અદાણી પક્ષની દલીલો જે કાનૂની રીતે મજબૂત સાબિત થઈ:

અદાણી ગ્રુપના વકીલોએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું કે આ કેસમાં અમેરિકી કાયદો લાગુ પડી શકે જ નહીં, કારણ કે:

  1. ભારતીય પક્ષકારો: આ કેસમાં સંડોવાયેલા તમામ પ્રતિવાદીઓ (Defendants) અને કંપનીઓ ભારતીય છે.

  2. અમેરિકા સાથે કોઈ સંબંધ નહીં: જે સિક્યોરિટીઝ કે બોન્ડ્સની વાત છે, તે અમેરિકન સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થતા નહોતા.

  3. ઘટનાસ્થળ ભારત: કથિત ઘટનાઓ સંપૂર્ણપણે ભારતીય ક્ષેત્રમાં જ બની હતી.

આ દલીલોને આધારે સાબિત થયું કે અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) અને ન્યાય વિભાગ (DOJ) પાસે આ કેસ ચલાવવાનો કોઈ કાનૂની અધિકાર (Jurisdiction) નહોતો.

SEC સાથે સિવિલ સમાધાન

અત્રે ઉલ્લેખનીય છે કે, DOJ દ્વારા ફોજદારી કેસ (Criminal Case) કાયમ માટે બંધ કરવામાં આવ્યો તે પહેલાં, અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) સાથેના સિવિલ ફ્રોડ કેસમાં અદાણી ગ્રુપ દ્વારા યોગ્ય વહીવટી સમાધાન કરી લેવામાં આવ્યું હતું.આ ચુકાદા બાદ હવે અદાણી ગ્રુપ પરથી અમેરિકાના કાનૂની વિવાદોના વાદળો સંપૂર્ણપણે હટી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE