તામિલનાડુના રાજકારણમાં આજે એક નવો ઈતિહાસ રચાયો છે.તમિલગા વેત્રી કઝગમ (TVK) ના અધ્યક્ષ અને અભિનેતામાંથી નેતા બનેલા સી. જોસેફ વિજયે રવિવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ છેલ્લા છ દાયકાથી રાજ્યની સત્તા પર વારાફરતી શાસન કરનારા બે મુખ્ય દ્રવિડ પક્ષો – DMK અને AIADMK ના વર્ચસ્વનો અંત આવ્યો છે.
ભવ્ય શપથ ગ્રહણ સમારોહ ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યા પછી આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જ્યોતિષની સલાહ મુજબ વિજયે શપથ ગ્રહણ માટે સવારે 10 વાગ્યાનો શુભ સમય પસંદ કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત દેશના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જે નવા ગઠબંધનની મજબૂતી દર્શાવે છે.
આ પણ વાંચો…
PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ: જાણો જામનગર, સોમનાથ અને વડોદરાના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત
નવું મંત્રીમંડળ અને સમર્થન મુખ્યમંત્રી વિજયની સાથે અન્ય નવ મંત્રીઓએ પણ શપથ લીધા છે, જેમાં ‘બુસી’ એન. આનંદ, આધવ અર્જુના અને કે.એ. સેંગોટ્ટૈયન જેવા અગ્રણી ચહેરાઓનો સમાવેશ થાય છે. વિજયના નેતૃત્વવાળી આ સરકારને કોંગ્રેસ, ડાબેરી પક્ષો તેમજ VCK અને IUML દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વર્તમાનમાં વિજય પાસે120 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જે બહુમતી માટે જરૂરી 118 ના આંકડાથી બે વધુ છે.
નવા મંત્રીમંડળની યાદી: 1. ‘બુસી’ એન. આનંદ 2. આધવ અર્જુના 3. કે.જી. અરુણરાજ 4. કે.એ. સેંગોટ્ટૈયન 5. પી. વેંકટમણન 6. સી.ટી.આર. નિર્મલકુમાર 7. એ. રાજમોહન 8. ટી. કે. પ્રભુ 9. એસ. કીર્તના
રાજકીય ઉથલપાથલ અને આગામી પડકાર છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ અને અસમંજસનો આખરે સુખદ અંત આવ્યો છે. જોકે, રાજ્યપાલ દ્વારા વિજયને 13મે 2026 સુધીમાં વિધાનસભામાં પોતાનું બહુમત સાબિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ, સમર્થન આપી રહેલા પક્ષોમાં નાયબ મુખ્યમંત્રી પદ અને મંત્રીમંડળમાં જોડાવા બાબતે હજુ પણ મંથન ચાલી રહ્યું છે.જે આગામી દિવસોમાં નવી સરકાર માટે મહત્વનું રહેશે.
Post Views: 0











