વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે ગુજરાતના મહેમાન બનશે. જામનગરથી શરૂ થનારા આ પ્રવાસ દરમિયાન તેઓ સોમનાથ મહાદેવના શરણે જશે અને વડોદરામાં મહત્વના પ્રકલ્પનું લોકાર્પણ કરશે. પીએમના આગમનને પગલે જામનગર, સોમનાથ અને વડોદરામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે ઉત્સાહનો માહોલ છે.
10 મે: જામનગરમાં ભવ્ય આગમન અને લોક-અભિવાદન
વડાપ્રધાનના પ્રવાસનો પ્રારંભ આજે રાત્રે છોટી કાશી ગણાતા જામનગરથી થશે.
-
રાત્રે 08:45 કલાકે: જામનગર એરપોર્ટ પર ઉતરાણ.
-
રાત્રે 09:00 કલાકે: જામનગર શહેરમાં ‘જન અભિવાદન સમારોહ’ યોજાશે, જેમાં પીએમ નાગરિકોનું અભિવાદન ઝીલશે.
-
રાત્રિ રોકાણ: વડાપ્રધાન જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ વિશ્રામ કરશે.
જામનગરમાં દિવાળી જેવો માહોલ: વડાપ્રધાનના સ્વાગત માટે જામનગર શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ સુધીના રૂટ પર ઝળહળતી રોશની કરવામાં આવી છે. દરબારગઢ, ડી.કે.વી. કોલેજ અને પવનચક્કી જેવા ઐતિહાસિક સ્થળો લાઈટિંગથી ઝળહળી રહ્યા છે.
-
સાંસ્કૃતિક જલ્સો: આજે રાત્રે 07:30 કલાકે લાલ બંગલા સર્કલ પાસે લોકગાયક કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે. આ ઉપરાંત હુડો રાસ, સિદી ધમાલ અને મણિયારો રાસ જેવી પરંપરાગત કૃતિઓ રજૂ કરવામાં આવશે.
11 મે: સોમનાથમાં અમૃત મહોત્સવ અને જનસભા
આવતીકાલે પીએમ મોદી ધાર્મિક અને જાહેર કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે.
-
સવારે 09:15 કલાકે: જામનગરથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ જવા રવાના.
-
સવારે 10:00 કલાકે: સોમનાથ હેલિપેડ પર આગમન અને ત્યારબાદ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન.
-
અમૃત મહોત્સવ: પીએમ સોમનાથ ખાતે આયોજિત ‘અમૃત મહોત્સવ’માં વિશેષ ઉપસ્થિતિ આપશે.
-
બપોરે 12:00 કલાકે: સોમનાથમાં વિશાળ જનસભાને સંબોધશે અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
11 મે: વડોદરામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ
સોમનાથના કાર્યક્રમો પૂર્ણ કરી વડાપ્રધાન મધ્ય ગુજરાતની મુલાકાત લેશે.
-
બપોરે 04:30 કલાકે: રાજકોટ એરપોર્ટથી વડોદરા જવા રવાના.
-
સાંજે 05:45 કલાકે: વડોદરા એરપોર્ટ પર આગમન.
-
સાંજે 07:15 કલાકે: વડોદરામાં નવનિર્મિત ‘સરદારધામ છાત્રાલય‘ (હોસ્ટેલ) નું ઉદ્ઘાટન અને લોકાર્પણ.
-
રાત્રે 07:45 કલાકે: જનમેદનીને સંબોધિત કર્યા બાદ વડોદરાથી સીધા દિલ્હી જવા રવાના થશે.
મુખ્ય આકર્ષણો:
-
જામનગરમાં કીર્તિદાન ગઢવીનો ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
-
સોમનાથમાં મહાદેવની વિશેષ પૂજા અને અમૃત મહોત્સવની ઉજવણી.
-
વડોદરામાં સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ.
Post Views: 68











