ઈરાનના શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી, 8 લોકોના મોત અને 36 ઘાયલ.

ઈરાનની રાજધાની પાસે એક શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી..આ અગ્નિકાંડમાં આઠ લોકોના મોત થયા છે અને 36 લોકો ઘાયલ થયા છે…રાજ્ય ટેલિવિઝને બુધવારે જણાવ્યું હતું કે, તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે..અને તેમની સારવાર ચાલી રહી છે…આ આગ મંગળવારે તેહરાન પ્રાંતના અંદીશે શહેરમાં આવેલા અરઘવાન શોપિંગ સેન્ટરમાં લાગી હતી.

નાજુક યુદ્ધવિરામ દરમિયાન લાગી આગ

આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને રાજ્ય ટેલિવિઝન IRIB એ જણાવ્યું કે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે..ટેલિવિઝન ફૂટેજમાં ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. જ્યારે બહુમાળી ઈમારતમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા ઉઠી રહ્યા હતા. આ આગનો યુદ્ધ સાથે સંબંધ હોવાના કોઈ સંકેત નથી..જ્યાં અમેરિકા સાથે લગભગ ત્રણ અઠવાડિયાથી નાજુક યુદ્ધવિરામ લાગુ છે.

Leave a Comment

READ MORE

READ MORE