ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ ફેબ્રુઆરી 2026 ની S.S.C બોર્ડની પરીક્ષામાં ખત્રી વિદ્યાલયનું ૯૬% પરિણામ સાથે શાળાએ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. અને શાળાની બે દીકરીઓએ જિલ્લામાં પ્રથમ અને ત્રીજો નંબર મેળવી જિલ્લામાં શાળાનો ડંકો વગાડ્યો છે. જેમાં ખત્રી ખદીજાબેન મોહમ્મદતૈયબ 99.97 PR મેળવી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ નંબરે સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તથા ખત્રી ખદીજા મોહમ્મદહુસેન 99.92 PR સમગ્ર જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો..શાળામાં બીજો નંબરે અગ્રેસર રહી છે..ખત્રી શબનમબાનુ મહંમદ આરીફ 99.36 PR સાથે શાળામાં ત્રીજો નંબર મેળવી તાલુકા અને જિલ્લામાં અગ્રેસર રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદ કુમાર પરમાર સાહેબ તથા તેઓની ટીમ ના સતત માર્ગદર્શન, શિક્ષક ગણનો પરિશ્રમ, વાલીગણનો સાથ સહકાર તેમજ વિદ્યાર્થીઓના અથાગ પ્રયત્નો , પેપર લખવાના મહાવરા ને કારણે શાળાએ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ માટે શાળાકીય વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની નિયમિતતા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. શાળાની દીકરીઓએ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ અને ત્રીજો નંબર મેળવી મહિલા સશક્તિકરણ નું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ દીકરીઓને શાળાના આચાર્યશ્રી યુ.વાય.ટપલા દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.શાળાના આચાર્યશ્રી ટ્રસ્ટી મંડળ અને શાળા પરિવારે તેઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેરછાઓ પાઠવી છે.
રીપોર્ટર: અંજુમ ખત્રી,છોટાઉદેપુર
Post Views: 88











