ક્રિસ ગેલનો મહારેકોર્ડ જોખમમાં: હૈદરાબાદ સામે વૈભવ સૂર્યવંશી રચી શકે છે નવો ઈતિહાસ

IPL 2026 ના 36મા મુકાબલામાં આજે રાજસ્થાન રોયલ્સ (RR) નો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે થવાનો છે.આ મેચમાં સૌની નજર 15 વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી પર રહેશે..જે પોતાની આક્રમક બેટિંગથી વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવી રહ્યો છે.25 એપ્રિલની આ મેચ વૈભવ માટે દિગ્ગજ ક્રિસ ગેલનો એક મોટો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક લઈને આવી છે.

ક્રિસ ગેલનો કયો રેકોર્ડ તૂટશે?

વૈભવ સૂર્યવંશી IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 50 સિક્સર પૂરી કરનાર બેટ્સમેન બનવાની ઉંબરે છે.

  • વર્તમાન સ્થિતિ: વૈભવે અત્યાર સુધી 14 મેચોમાં 44 સિક્સર ફટકારી છે.

  • શું જોઈએ છે: આજે હૈદરાબાદ સામે જો તે વધુ 6 સિક્સર ફટકારશે, તો તેના નામે 50 સિક્સર થઈ જશે.

  • ગેલનો રેકોર્ડ: અત્યાર સુધી આ રેકોર્ડ ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેલના નામે છે, જેમણે 25 ઇનિંગ્સમાં 50 સિક્સર પૂરી કરી હતી. વૈભવ આ કારનામું માત્ર 15મી ઇનિંગમાં કરીને ગેલને પાછળ છોડી શકે છે.

1000 રનનો માઈલસ્ટોન પણ નજીક

સિક્સર ઉપરાંત, વૈભવ ટી-20 ક્રિકેટમાં પોતાના 1,000 રન પૂરા કરવાથી માત્ર 45 રન દૂર છે. તેણે અત્યાર સુધી 25 ઇનિંગ્સમાં 955 રન બનાવ્યા છે. જો આજે તેનું બેટ ચાલશે.તો એક જ મેચમાં તે બે મોટા રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

આ પણ વાંચો :

સુરત રૌદ્ર સ્વરૂપે: અલથાણમાં સગીરાની છેડતી કરનાર નરાધમ પર જનતાનો કેર; પોલીસ વાનમાંથી ખેંચીને મેથીપાક આપ્યો!

IPL 2026 માં શાનદાર ફોર્મ

ચાલુ સીઝનમાં વૈભવનું પ્રદર્શન અત્યંત ઘાતક રહ્યું છે:

  • મેચ: 7

  • રન: 254

  • એવરેજ: 28

  • સ્ટ્રાઈક રેટ:86 (જે આ સીઝનમાં સર્વશ્રેષ્ઠ પૈકીનો એક છે

  • અડધી સદી: 2

  • ક્રમ: હાલમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં છઠ્ઠા સ્થાને છે.

બદલો લેવાની તક: આ સીઝનમાં અગાઉ જ્યારે આ બંને ટીમો સામસામે આવી હતી, ત્યારે હૈદરાબાદે રાજસ્થાનને 57 રને હરાવ્યું હતું.આજે રાજસ્થાન રોયલ્સ પોતાની હોમ ગ્રાઉન્ડ પર આ હારનો બદલો લેવા અને પોઈન્ટ ટેબલમાં ઉપર જવા માટે મેદાનમાં ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE