પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને વધતા ભૌગોલિક તણાવને જોતા ભારત સરકારે રસોઈ ગેસ (LPG) ના પુરવઠાને સુરક્ષિત કરવા માટે મોટી વ્યૂહરચના અમલી બનાવી છે. સ્થાનિક અને વ્યાપારી ગ્રાહકોને ગેસની અછત ન પડે તે માટે હવે ભારત માત્ર પરંપરાગત ખાડી દેશો પર આધાર રાખવાને બદલે અન્ય 5 શક્તિશાળી દેશો સાથે હાથ મિલાવ્યા છે.
અમેરિકા સહિતના દેશો સાથે મોટી ડીલ
સરકારી ઓઇલ કંપનીઓ (OMCs) એ તાજેતરના સપ્તાહોમાં અમેરિકા સહિતના દેશો પાસેથી LPG ના વધારાના કાર્ગો ‘સ્પોટ બુકિંગ’ (તત્કાલ ખરીદી) દ્વારા બુક કર્યા છે. આ જથ્થો જૂન અને જુલાઈ 2026 સુધીમાં ભારત પહોંચવાની ધારણા છે. આ પગલાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલ છતાં ભારતમાં ગેસનો સ્ટોક જળવાઈ રહેશે.
આ પણ વાંચો :
સપ્લાય ચેઈનમાં મોટો ફેરફાર
ભારત અગાઉ તેની 90% જરૂરિયાત યુએઈ, કતાર, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા ખાડી દેશો પાસેથી પૂરી કરતું હતું.જોકે, યુદ્ધને કારણે સપ્લાય રૂટ જોખમમાં મુકાતા હવે ભારતે નીચેના દેશો પાસેથી આયાત શરૂ કરી છે:
-
અમેરિકા
-
નોર્વે
-
કેનેડા
-
અલ્જીરિયા
-
રશિયા
આંકડાકીય વિગત અને ઉત્પાદનમાં વધારો
પેટ્રોલિયમ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, ભારતની દૈનિક જરૂરિયાત અંદાજે 80,000 ટન છે.
-
ઘરેલું ઉત્પાદન: આંતરિક ઉત્પાદનમાં 20% નો વધારો કરીને તેને દરરોજ 46,000 ટન સુધી પહોંચાડવામાં આવ્યું છે.
-
સક્રિયતા: તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચેલા 10 માંથી 9 જહાજો LPG થી ભરેલા હતા.જે સરકારની ગંભીરતા દર્શાવે છે. અત્યાર સુધીમાં અંદાજે 8 લાખ ટન ગેસનો જથ્થો બુક કરી દેવાયો છે.
ગ્રાહકોને શું ફાયદો થશે?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સરકારની આ ‘સ્પોટ ખરીદી’ નીતિને કારણે આંતરરાષ્ટ્રીય ભાવ વધારા છતાં ભારતમાં ગેસની કિંમતો સ્થિર રહેવાની શક્યતા છે. પુરવઠાના સ્ત્રોતો બદલવાથી કોઈ એક દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો પણ ભારતીય રસોડામાં ગેસની અછત વર્તાશે નહીં.
Post Views: 74










