સુરત રૌદ્ર સ્વરૂપે: અલથાણમાં સગીરાની છેડતી કરનાર નરાધમ પર જનતાનો કેર; પોલીસ વાનમાંથી ખેંચીને મેથીપાક આપ્યો!

સુરતના અલથાણ વિસ્તારમાં ગુરુવારે સાંજે એક અત્યંત શરમજનક ઘટના બની હતી.જેમાં ધોરણ-10 માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિની સાથે છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ કાયદો હાથમાં લઈને આરોપીને પોલીસની હાજરીમાં જ મેથીપાક ચખાડ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના? બારડોલીનો 39 વર્ષીય મોહંમદ અઝીઝ ઇલિયાઝ અલથાણ વિસ્તારમાંથી પસાર થતી સગીરાનો હાથ પકડી તેની છેડતી કરી રહ્યો હતો.વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો તુરંત મદદે દોડી આવ્યા હતા.અને નરાધમ અઝીઝને પકડી પાડ્યો હતો.આ સમાચાર વાયુવેગે ફેલાતા જ સેંકડો લોકોના ટોળા અલથાણ પોલીસ સ્ટેશન બહાર જમા થઈ ગયા હતા.

આ પણ વાંચો :

ચૂંટણી ટાણે મહેસાણા રકતશંજીત: વોર્ડ નં. 4 માં ભાજપ ઉમેદવારના ભાણાની ઘાતકી હત્યા, રાજકીય માહોલ ગરમાયો

પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા: સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે પોલીસની 112 વાન આરોપીને લઈને પહોંચી.ઉશ્કેરાયેલી ભીડે પોલીસ વાનમાંથી આરોપીને બહાર ખેંચી કાઢ્યો હતો અને ઢોરમાર મારવાનું શરૂ કર્યું હતું.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.લાઠીચાર્જમાં ઘાયલ થયેલા એક યુવકને ધારાસભ્યએ પોતે સારવાર આપી શાંત પાડ્યો હતો.

માતાએ વ્યક્ત કર્યો આભાર, POCSO હેઠળ ગુનો દાખલ: પીડિતાની માતાએ હિંમત દાખવીને મોહંમદ અઝીઝ વિરુદ્ધ FIR નોંધાવી છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે,”મારી દીકરીની વહારે આવેલા સમાજ અને યુવાનોનો હું આભાર માનું છું. મને પોલીસ પર ભરોસો છે કે મારી દીકરીને ન્યાય મળશે.”

પોલીસનો કડક બંદોબસ્ત: સુરત પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને આરોપી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો મોટો કાફલો અલથાણમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE