રાહુલ અને નીતિશે તોડ્યો 15 વર્ષ જૂનો રેકોર્ડ: દિલ્હી કેપિટલ્સ માટે બની આ મામલે સર્વશ્રેષ્ઠ જોડી

IPL 2026 ની 35મી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો છે. આ મેચમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.જેને કેએલ રાહુલ અને નીતિશ રાણાએ પોતાની ઐતિહાસિક બેટિંગથી સો ટકા સાચો સાબિત કરી બતાવ્યો છે.

15 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત

આ જોડીએ મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી બીજી વિકેટ માટે માત્ર 95 બોલમાં 220 રનની ભાગીદારી નોંધાવી છે..આ સાથે જ તેમણે દિલ્હી કેપિટલ્સ માટે વીરેન્દ્ર સેહવાગ અને ડેવિડ વોર્નરનો 2011નો 146 રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

આ પણ વાંચો :

ક્રિસ ગેલનો મહારેકોર્ડ જોખમમાં: હૈદરાબાદ સામે વૈભવ સૂર્યવંશી રચી શકે છે નવો ઈતિહાસ

દિલ્હી કેપિટલ્સ માટે અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ભાગીદારી:

  • કેએલ રાહુલ – નીતિશ રાણા: 220 રન (2026)

  • વીરેન્દ્ર સેહવાગ – ડેવિડ વોર્નર: 146 રન (2011)

  • મયંક અગ્રવાલ – યુવરાજ સિંહ: 106 રન (2015)

IPL ઇતિહાસની બીજી સૌથી મોટી ભાગીદારી

રાહુલ (123 રન) અને રાણા (91 રન) ની આ જોડી IPL ઇતિહાસની ઓલ-ટાઇમ બીજી સૌથી મોટી ભાગીદારી નોંધાવવામાં સફળ રહી છે. તેઓ વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સના 229 રનના વિશ્વ રેકોર્ડને તોડતા માત્ર 10 રનથી રહી ગયા હતા. આમ છતાં, દિલ્હીના આ બેટ્સમેનોએ પંજાબના બોલરોને બરાબરના હંફાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સ માટે આ ભાગીદારી માત્ર આંકડાકીય સિદ્ધિ નથી. પરંતુ ટીમના મજબૂત આત્મવિશ્વાસનું પ્રતીક છે. રાહુલ અને નીતિશની આ વિસ્ફોટક જોડીએ જે રીતે 15 વર્ષ જૂના રેકોર્ડને પાછળ છોડ્યો છે. તે જોતા દિલ્હી આ સીઝનમાં ટાઈટલ જીતવા માટે પ્રબળ દાવેદાર તરીકે ઉભરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE