World Malaria Day:મેલેરિયા સાથે ડેન્ગ્યુ-ટાઈફોઈડનો ‘ડબલ એટેક’: ડોક્ટરો માટે ડબલ પડકાર, સામાન્ય તાવને હળવાશમાં લેવો પડશે ભારે

તાવને ઘણીવાર લોકો સામાન્ય મેલેરિયા માનીને સારવારમાં બેદરકારી દાખવે છે.પરંતુ હવે આ ભૂલ જોખમી સાબિત થઈ રહી છે. રાજધાનીની હોસ્પિટલોમાં કરવામાં આવેલા તાજેતરના અભ્યાસ મુજબ, ઘણા દર્દીઓમાં મેલેરિયાની સાથે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ટાઈફોઈડ જેવા સંક્રમણ એકસાથે જોવા મળી રહ્યા છે. આ પ્રકારના ‘મલ્ટી-ઈન્ફેક્શન’ એ ડોક્ટરો સામે નવો પડકાર ઉભો કર્યો છે.કારણ કે સચોટ બીમારીની ઓળખમાં વિલંબ થવાથી સારવારની અસર પણ ધીમી પડી જાય છે.

આ પણ વાંચો :

LPG સંકટ ટાળવા ભારતનો ‘માસ્ટર પ્લાન-B’: ખાડી દેશો પર નિર્ભરતા ઘટાડી હવે આ 5 દેશો પાસેથી ગેસ મંગાવાશે

વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને સફદરજંગ હોસ્પિટલના રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.

અભ્યાસના મુખ્ય તારણો

જુલાઈ 2022 થી નવેમ્બર 2023 દરમિયાન તાવથી પીડાતા 4,259 દર્દીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી:

  • 87 દર્દીઓ (લગભગ 04%) મેલેરિયા પોઝિટિવ આવ્યા.

  • ખાસ વાત એ છે કે, આ પોઝિટિવ દર્દીઓમાંથી 45 ટકા દર્દીઓમાં મેલેરિયાની સાથે ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ટાઈફોઈડનું ‘કો-ઈન્ફેક્શન’ (સાથે સંક્રમણ) જોવા મળ્યું.

  • આ સ્થિતિમાં બીમારીની ઓળખ અને સારવાર બંને અત્યંત જટિલ બની જાય છે.

દર્દીઓમાં જોવા મળતા મુખ્ય લક્ષણો

રિપોર્ટ અનુસાર, મલ્ટી-ઈન્ફેક્શન ધરાવતા દર્દીઓમાં નીચે મુજબના લક્ષણો વધુ જોવા મળ્યા હતા:

  • ઠંડી લાગવી (46%)

  • સ્નાયુઓમાં દુખાવો (32%)

  • શરીરમાં અસહ્ય દુખાવો (02%)

  • લીવર અને બરોળ (Spleen) માં સોજો (37%)

  • કમળો (72%)

  • ગંભીર કિસ્સાઓમાં એનિમિયા (લોહીની ઉણપ) સૌથી મોટી સમસ્યા તરીકે ઉભરી આવી છે.

ઓળખ કરવી કેમ મુશ્કેલ છે?

નિષ્ણાતોના મતે, જ્યારે મેલેરિયા અન્ય સંક્રમણો સાથે ભળે છે, ત્યારે તેના લક્ષણો એકબીજામાં ભળી જાય છે. આના કારણે સમયસર બીમારી પારખવી મુશ્કેલ બને છે અને સારવારમાં વિલંબ થાય છે. ખાસ કરીને જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન આ જોખમ સૌથી વધુ રહે છે.જેમાં મહિલાઓની સરખામણીએ પુરુષોમાં સંક્રમણનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

સાવચેતીના પગલાં અને બચાવ

મુખ્ય લક્ષણો:

  • તેજ તાવ સાથે ઠંડી અને ધ્રુજારી આવવી.

  • વધુ પડતો પરસેવો વળવો.

  • માથાનો દુખાવો, નબળાઈ અને ઉલ્ટી થવી.

  • સ્નાયુઓ અને સાંધામાં દુખાવો.

  • ગંભીર સ્થિતિમાં આંખો અને ત્વચા પીળી પડવી (કમળો).

બચાવના ઉપાયો:

  1. નિયમિતપણે મચ્છરદાનીનો ઉપયોગ કરો.

  2. ઘરની આસપાસ ક્યાંય પણ પાણી જમા ન થવા દો.

  3. શરીર ઢંકાયેલું રહે તેવા આખી બાંયના કપડાં પહેરો.

  4. તાવના લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

બદલાતી સીઝન અને ગંદકીના કારણે વધતા મચ્છરો હવે એકસાથે અનેક બીમારીઓ લાવી રહ્યા છે. સજાગતા જ આ જીવલેણ ‘ડબલ એટેક’થી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

Leave a Comment

READ MORE

READ MORE