કુદરતનો પ્રકોપ: નસવાડીમાં આકાશી વીજળી પડતા અજયભાઇ ભીલનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડ્યું

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે, જેમાં ચામેઠા ગામે વીજળી પડવાથી એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગામના રહેવાસી અજયભાઇ ભીલ પોતાના ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ગાજવીજ સાથે ત્રાટકેલી આકાશી વીજળી તેમના પર પડતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ આકસ્મિક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ નસવાડી પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE