રાધિકા ડે સ્કૂલ ખાતે દીકરીઓ બની સુરક્ષા-સજ્જ: ગુજરાત પોલીસની ‘શી ટીમ’ દ્વારા કાયદાકીય અને સ્વ-બચાવનું માર્ગદર્શન

રાજકોટના ત્રંબા સ્થિત રાધિકા ડે સ્કૂલ એન્ડ હોસ્ટેલ ખાતે ગુજરાત પોલીસના સહયોગથી દીકરીઓની સુરક્ષા અને જાગૃતિ અંગે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મહિલા પી.આઈ. બુટિયા તથા શી ટીમ (SHE Team) ના ઈન્ચાર્જ પલ્લવીબેન અને તેમની ટીમે ઉપસ્થિત રહીને વિદ્યાર્થિનીઓને વર્તમાન સમયમાં અત્યંત જરૂરી એવા સ્વ-બચાવ (Self-defense), સાયબર ક્રાઈમ થી બચવાના ઉપાયો અને મહિલા સુરક્ષાને લગતા વિવિધ કાયદાઓ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચો…

શ્રી પુજિત રૂપાણી ટ્રસ્ટ તથા રોટરી ક્લબ દ્વારા સ્વ. વિજય રૂપાણીની 10 મી માસિક પુણ્યતિથિએ વિનામૂલ્યે સારવાર કેમ્પ યોજાશે

પોલીસ ટીમ દ્વારા મુશ્કેલીના સમયે ત્વરિત મદદ મેળવવા માટે પોલીસનો સંપર્ક કરવાની રીતો વિશે પણ વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. આ જાગૃતિ અભિયાનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉત્સાહભેર જોડાઈ હતી. શાળા પરિવાર દ્વારા પોલીસ વિભાગની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી. અને દીકરીઓને સુરક્ષિત ભવિષ્ય માટે સજ્જ કરવા બદલ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE