સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને આમ આદમી પાર્ટીએ આપી ટિકિટ, જાણો કોણ છે સોના સિંહ

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હવે માત્ર મનોરંજન પૂરતા સીમિત રહ્યા નથી. પરંતુ રાજકારણનો પણ એક મહત્વનો હિસ્સો બની ગયા છે. અગાઉ તમામ રાજકીય પક્ષો તેમનો ઉપયોગ માત્ર ચૂંટણી પ્રચાર માટે કરતા હતા.પરંતુ હવે ઇન્ફ્લુએન્સર પોતે જ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે.આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જ્યાં સુરતની ફેમસ ઇન્ફ્લુએન્સર સોનાસિંહ ‘આમ આદમી પાર્ટી’ (AAP) માં જોડાઈ છે…તેણે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત કલેક્ટર કચેરીએ વોર્ડ નંબર 29 થી પોતાનું નામાંકન દાખલ કર્યું છે.

આ પણ વાંચો…

રાધિકા ડે સ્કૂલ ખાતે દીકરીઓ બની સુરક્ષા-સજ્જ: ગુજરાત પોલીસની ‘શી ટીમ’ દ્વારા કાયદાકીય અને સ્વ-બચાવનું માર્ગદર્શન

 

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલે યોજાવાની છે. જેને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે.ઉમેદવારોના સિલેક્શન બાદ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ પક્ષોના ઉમેદવારો કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા.જેમાં આમ આદમી પાર્ટીની વોર્ડ નંબર 29 ની ઉમેદવાર સોના સિંહ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

“મને સામાન્ય જનતાની તકલીફો ખબર છે” – સોના સિંહ

પોતાના વીડિયો દ્વારા સોશિયલ મીડિયામાં આગવી ઓળખ ઉભી કરનાર સોના સિંહે જણાવ્યું કે,”આમ આદમી પાર્ટીને એવો ચહેરો જોઈતો હતો જે સામાન્ય લોકોની વાત રજૂ કરી શકે અને સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. હું પોતે એક નાના અને ગરીબ પરિવારમાંથી આવું છું. તેથી સામાન્ય જનતાને કેવી તકલીફો વેઠવી પડે છે તેનો મને પૂરો ખ્યાલ છે. મને વિશ્વાસ છે કે જનતાનો સાથ મને જરૂર મળશે.”

“મારી જીત પાકી છે”: સોના સિંહ

પોતાના કન્ટેન્ટ વિશે વાત કરતા સોનાએ કહ્યું, “હાલમાં હું ફેમિલી અને કોમેડી વીડિયો બનાવું છું.પહેલા હું ડાન્સ વીડિયો બનાવતી હતી.પણ લોકોને તે ખાસ પસંદ નહોતા આવતા એટલે મેં તે બંધ કરી દીધા.અત્યારે મારા 20 હજાર ફોલોઅર્સ છે. પરંતુ વીડિયો અપલોડ કરતાની સાથે જ મિલિયન વ્યૂઝ આવે છે. મને પૂરો ભરોસો છે કે, મારા ચાહકો મને નિરાશ નહીં કરે અને મારી જીત પાકી છે. અમે લોકોની સમસ્યાઓ દૂર કરવા આવ્યા છીએ અને અમે જ્ઞાતિ-જાતિના ભેદભાવમાં માનતા નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE