મહારાષ્ટ્રમાં શનિવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળનું હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થતા સહેજમાં બચી ગયું. આ ઘટનાએ ફરી એકવાર મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ અજિત પવારના પ્લેન અકસ્માતની યાદ અપાવી દીધી છે. માહિતી મુજબ, શનિવારે એનસીપી નેતા અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી છગન ભુજબળ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમના હેલિકોપ્ટર માટે કાર્યક્રમ સ્થળની નજીક જ હેલીપેડ બનાવવામાં આવ્યું હતું.પરંતુ હેલિકોપ્ટરનું લેન્ડિંગ હેલીપેડને બદલે કાર પાર્કિંગમાં થયું હતું.
આ પણ વાંચો…
માતા વૈષ્ણો દેવીની યાત્રા બનશે વધુ સરળ: સાઇન બોર્ડ દ્વારા લેવામાં આવ્યા 3 મહત્વના પગલાં
હેલીપેડ છોડીને કાર પાર્કિંગમાં ઉતર્યું હેલિકોપ્ટર
કહેવામાં આવી રહ્યું છે કે, કેબિનેટ મંત્રી ભુજબળનું હેલિકોપ્ટર ટેકનિકલ ખામીને કારણે હેલીપેડને બદલે કાર પાર્કિંગમાં ઉતર્યું હતું. ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટર હેલીપેડ ચૂકી ગયું અને ત્યારબાદ તેને કાર પાર્કિંગમાં લેન્ડ કરાવવામાં આવ્યું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાની ગંભીર નોંધ લેતા તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ ઘટના એવા સમયે બની છે જ્યારે આ જ વર્ષે 28 જાન્યુઆરીએ બારામતીમાં ડેપ્યુટી સીએમ અજિત પવારનું વિમાન અકસ્માતનો શિકાર બન્યું હતું. જેમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. તે ઘટનાથી આખા મહારાષ્ટ્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આ પણ વાંચો…
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને આમ આદમી પાર્ટીએ આપી ટિકિટ, જાણો કોણ છે સોના સિંહ
પુરંદર જઈ રહ્યા હતા મંત્રી ભુજબળ
આ ઘટના ત્યારે બની જ્યારે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી છગન ભુજબળ એક સ્થાનિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પુરંદર તાલુકાના ખાનવાડી ગામ જઈ રહ્યા હતા. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં મંત્રી છગન ભુજબળ અને બંને પાયલોટને કોઈ ઈજા થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, લેન્ડિંગ દરમિયાન ‘બ્રાઉનઆઉટ ઇફેક્ટ’ (Brownout Effect) ને કારણે પાયલોટનો હેલીપેડ સાથેનો વિઝ્યુઅલ સંપર્ક તૂટી ગયો હતો.
શું છે બ્રાઉનઆઉટ ઇફેક્ટ? આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે હેલિકોપ્ટરના પંખા (રોટર) જમીન પરની ધૂળ અને કચરો હવામાં ઉડાડે છે.જેના કારણે સર્જાયેલા ધૂંધળા વાતાવરણમાં પાયલોટને જોવામાં તકલીફ પડે છે. આ કારણે જ શનિવારે ભુજબળનું હેલિકોપ્ટર હેલીપેડ ચૂકી ગયું અને તેની બાજુમાં જ આવેલા ખાલી પાર્કિંગમાં ઉતરી ગયું.
ઘટના બાદ મંત્રી છગન ભુજબળે શું કહ્યું?
આ ઘટના બાદ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી છગન ભુજબળનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પાયલોટે ખોટી જગ્યાએ લેન્ડિંગ કર્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું કે તમામ લોકો સંપૂર્ણ સુરક્ષિત છે અને કોઈને નુકસાન થયું નથી. તેમણે આ ઘટના માટે પાયલોટને જવાબદાર ગણાવ્યા હતા. જોકે કોઈ પણ પ્રકારના ગભરાટનો ઈનકાર કર્યો હતો. બીજી તરફ, આ ઘટના અંગે પાયલોટ, ક્રૂ મેમ્બર કે હેલિકોપ્ટર ઓપરેટ કરતી કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
Post Views: 40











