ઝરીન ખાન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.: લાંબી માંદગી બાદ માતા પરવીન ખાનનું 65 વર્ષની વયે નિધન, 24 કલાકમાં બે સ્વજન ગુમાવ્યા

બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાનની માતા પરવીન ખાનનું મુંબઈમાં નિધન થયું છે. 65 વર્ષીય પરવીન ખાને લાંબી માંદગી બાદ બુધવાર, 8 એપ્રિલના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. મરહુમ પરવીન ખાનને આજે સવારે અંધેરી વેસ્ટમાં આવેલા વર્સોવા કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા.

અભિનેત્રીની ટીમ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, “અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે ઝરીન ખાન અને સના ખાનના માતા પરવીન ખાન 8 એપ્રિલના રોજ જન્નતનશીન થયા છે.” બુધવારે સવારે 10 વાગ્યે તેમની અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો…

પાન મસાલા જાહેરાત કેસ: સલમાન ખાનને હાઈકોર્ટની મોટી રાહત, હાલ કોર્ટમાં પેશ થવામાંથી મળી મુક્તિ

લાંબા સમયથી બીમાર હતા માતા

ઝરીન ખાનના માતા છેલ્લા ઘણા સમયથી અસ્વસ્થ હતા. ઝરીન અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની તબિયત અંગે અપડેટ્સ શેર કરતી હતી અને ચાહકોને તેમની માતા માટે દુઆ કરવાની વિનંતી કરતી હતી. ગયા મહિને જ ઝરીને જણાવ્યું હતું કે તેની માતા ICUમાં હતા. જોકે. ત્યારબાદ તેમને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ. તેમની તબિયતમાં ખાસ સુધારો થયો નહોતો.

ફેબ્રુઆરી મહિનામાં ઝરીને તેનો ઇસ્લામિક જન્મદિવસ પણ ઉજવ્યો નહોતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે. “આજે રમઝાનનો પાંચમો દિવસ છે અને મારો ઇસ્લામિક જન્મદિવસ છે. જેઓ મને ઓળખે છે તેમને ખબર છે કે મને મારો જન્મદિવસ ઉજવવો કેટલો ગમે છે. પરંતુ. કમનસીબે મારી માતા હોસ્પિટલમાં હોવાથી આ વર્ષે હું કોઈ ઉજવણી કરીશ નહીં.”

24 કલાકમાં બે મોટા આઘાત

ઝરીન ખાન માટે આ સમય અત્યંત કઠિન છે. કારણ કે. મંગળવારે 7 એપ્રિલના રોજ જ તેણે તેના પ્રિય પાલતુ બિલાડા ‘રેમ્બો’ને પણ ગુમાવ્યો હતો. 24 કલાકની અંદર જ માતા અને લાડકા પાલતુ પ્રાણીના અવસાનથી ઝરીન ભાંગી પડી છે. તેણે રેમ્બો માટે લખ્યું હતું કે. “મારો બચ્ચો. મારો રેમ્બો આજે સવારે મને છોડીને તેના ભાઈ-બહેનો પાસે જતો રહ્યો છે. ઈશ્વર તારા આત્માને શાંતિ આપે.”

કોણ છે ઝરીન ખાન?

ઝરીન ખાને વર્ષ 2010માં સલમાન ખાનની ફિલ્મ ‘વીર’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે હાઉસફુલ 2. હેટ સ્ટોરી 3. અક્સર 2 અને 1921 જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે ફિલ્મ ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’માં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE