ગુજરાતીઓના અપમાન મુદ્દે ખડગે નમ્યા: સોશિયલ મીડિયા પર માફી માંગી, ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું- ‘દેર આયે દુરસ્ત આયે’

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી ટિપ્પણી બાદ ફાટી નીકળેલા વિવાદનો અંત આવ્યો છે. ચોતરફથી ઘેરાયા બાદ ખડગેએ આખરે ટ્વિટર (X) પર ખેદ વ્યક્ત કરીને માફી માંગી લીધી છે. જોકે. ભાજપે આ માફીને ‘ખૂબ મોડી આપેલી પ્રતિક્રિયા’ ગણાવીને પ્રહારો ચાલુ રાખ્યા છે.

 

આ પણ વાંચો…

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર: IGP મનોજ નિનામાનું રાજીનામું, હવે ભિલોડાથી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે?

ખડગેએ શું આપી સ્પષ્ટતા?

મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે. “કેરળની ચૂંટણી સભામાં આપેલા મારા ભાષણને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં. હું જવાબદારી સાથે ખેદ વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં હંમેશા સર્વોચ્ચ સન્માન રહ્યું છે. કોઈની લાગણી દુભાવવાનો મારો કોઈ ઉદ્દેશ્ય નહોતો.”

ભાજપનો કટાક્ષ: ‘દેર આયે દુરસ્ત આયે’

આ મામલે ભાજપના પ્રવક્તા ડો.અનિલભાઈ પટેલે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે નિવેદન આપતા જણાવ્યું કે. ખડગેજીએ માફી માંગી તેને અમે આવકારીએ છીએ. પરંતુ. આટલો વિલંબ કેમ થયો? તેમણે કટાક્ષમાં ઉમેર્યું કે. “દેર આયે દુરસ્ત આયે.” ભાજપનું માનવું છે કે કોંગ્રેસ હંમેશા ગુજરાતીઓનું અપમાન કરવાની માનસિકતા ધરાવે છે અને વિરોધ વધે એટલે માફીનું શરણું લે છે.

‘યુવરાજ’ના ઈશારે બોલે છે ખડગે: ભાજપના ગંભીર આક્ષેપ

ડો. અનિલભાઈ પટેલે વધુમાં આક્ષેપ કર્યો કે. ખડગેજી કોંગ્રેસના ‘યુવરાજ’ રાહુલ ગાંધીના ઈશારે બોલે છે. ભાજપના પ્રવક્તાએ માત્ર આ ઘટના જ નહીં. પરંતુ અગાઉ આપેલા ‘સાપ’ વાળા નિવેદન પર પણ માફી માંગવાની માંગ કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે. જો હેતુ અપમાનનો નહોતો તો માફી માંગવા માટે વિવાદ વકરે ત્યાં સુધી રાહ કેમ જોવી પડી?

રાજકીય ગરમાવો રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યો

ગુજરાતીઓની ખુદદારી અને સન્માનના મુદ્દે આ વિવાદના પડઘા રાષ્ટ્રીય સ્તર સુધી પડ્યા છે. રાજકીય નિવેદનબાજીમાં જ્યારે આખા પ્રદેશને નિશાન બનાવવામાં આવે છે. ત્યારે જનતામાં તેનો ભારે રોષ જોવા મળે છે. ખડગેની માફી બાદ હાલ પૂરતો વિવાદ શાંત પડ્યો હોય તેવું લાગે છે. પરંતુ. આગામી ચૂંટણીના મેદાનમાં આ મુદ્દો હજુ પણ ગાજે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE