જો તમે નેશનલ હાઈવે કે એક્સપ્રેસવે પર અવારનવાર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ટોલ પ્લાઝા પર લેવાતા ટેક્સના નિયમોમાં ધરખમ ફેરફાર કરવાની જાહેરાત કરી છે..10 એપ્રિલથી અમલી બનનારા આ નિયમોને કારણે હવે રોકડ વ્યવહાર ભૂતકાળ બની જશે.
રોકડ ચૂકવણી પર સંપૂર્ણ પ્રતિબંધ
નવા નિયમો અનુસાર, હવે દેશના કોઈપણ નેશનલ હાઈવે કે એક્સપ્રેસવે પર ટોલ ટેક્સ રોકડમાં સ્વીકારવામાં આવશે નહીં. ટોલ પ્લાઝા પર લાગતી વાહનોની લાંબી કતારો ઘટાડવા અને પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા સરકાર દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
FASTag વિના મુસાફરી પડશે મોંઘી
-
FASTag ફરજિયાત: હવે દરેક વાહન પર FASTag હોવું અનિવાર્ય છે. તમામ ચૂકવણી ડિજિટલ માધ્યમથી જ થશે.
-
UPI પેમેન્ટ પર દંડ: જો વાહનમાં FASTag નહીં હોય, તો વાહનચાલક UPI દ્વારા પેમેન્ટ કરી શકશે.પરંતુ તેણે સામાન્ય દર કરતાં 25 ગણો વધુ ટેક્સ ચૂકવવો પડશે.
-
બમણો ચાર્જ: જો ઈ-નોટિસ મળ્યાના ત્રણ દિવસમાં ટોલની ચૂકવણી કરવામાં નહીં આવે, તો વાહન માલિકે બમણો શુલ્ક ભરવો પડશે.
ખોટી રીતે છૂટછાટ મેળવનારા પર ત્રાટકશે તંત્ર
અત્યાર સુધી ઘણા લોકો માત્ર ઓળખપત્ર બતાવીને ટોલમાંથી મુક્તિ મેળવતા હતા.જે હવે બંધ થશે. જે લોકો નિયમ મુજબ ટોલ મુક્તિ માટે પાત્ર છે. તેમણે હવે ફરજિયાત ‘Exempted FASTag’ લેવો પડશે અથવા વાર્ષિક પાસ કઢાવવો પડશે.
ખાનગી વાહનો માટે વાર્ષિક પાસની સુવિધા
નિયમિત મુસાફરી કરતા લોકો માટે સરકારે રાહતની વ્યવસ્થા પણ કરી છે. ખાનગી કાર માલિકો ₹3,075 ભરીને વાર્ષિક પાસ મેળવી શકશે. જેમાં એક વર્ષમાં 200 વખત ટોલ પ્લાઝા પસાર કરવાની સુવિધા મળશે.
ભવિષ્યમાં ‘મલ્ટી-લેન ફ્રી ફ્લો’ ટેકનોલોજી આવશે
NHAI આગામી સમયમાં એવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. જેમાં વાહનોએ ટોલ કટાવા માટે ઊભા રહેવાની કે ધીમા પડવાની પણ જરૂર નહીં રહે. હાઈવે પર લાગેલા સેન્સર ચાલતી ગાડીએ જ ઓટોમેટિક ટોલ કાપી લેશે..જેનાથી મુસાફરી વધુ ઝડપી અને સુખદ બનશે.
Post Views: 48











